________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪.
આવા આવા અનેક વિચારોના ચોગે હતાશ બને. હજી યુદ્ધ ચાલુ થયું નથી, તલવારની તાળીઓ પડતી નથી, ગેળીઓની ગર્જના થતી નથી તે પહેલાં જ પાગલ જેવો અ. શરીરે કંપ થવાથી ધ્રુજવા લાગ્યા. આ ધ્રુજારે દેખીને સુભટે હાંસી કરવા લાગ્યા-કે તમારી બહાદુરી કયાં ગઈ?
આ મુજબ સુભટે તે કાયરને કહી રહેલા છે તેવામાં સામા સામતએ તલવાર ચલાવી, ગળીઓની ગર્જના થવા લાગી. આ પ્રમાણે દેખી કાયર ભાગી જવા લાગ્યો. સારા સુભટે તે કાયરને ઉત્સાહ આપે છે. છતાં ભીતિથી -અને ઘરમાં રહેલ પુત્ર પત્નીને નેહરાગ–કામરાગના ગે કોઈ પણ સુભટની શીખામણને અવગણે નાશી ગયે. આ મુજબ મેહગર્ભિત અને દુઃખગર્ભિત વ્યક્તિ સાધુ થયા પછી જે ગીતાર્થની નિશ્રામાં રહે નહિ તે મોહ-મમતા–અદેખાઈને વેગ થતાં ભલે જનસમુદાયમાં વાણીવિલાસ કરતા હોય તેપણ લીધેલ સંયમની આરાધના કરવા સમર્થ બનતો નથી, અને નાશી જઈ ઘર ભેગા થાય છે. માટે આવા કાયરે મોક્ષમાર્ગે કહેતાં ચારિત્રની આરાધના કરી શકતા નથી. આરાધના કરનાર તે કાયરતાને ત્યાગ કરી, નેહરાગકામરાગને ત્યાગ–કરી તથા પરિસહોને સહન કરી મેહ મમતા ઉપર જય મેળવે છે.
તથા પ્રશંસા પાત્ર થવા ખાતર સામાન્ય સ્ત્રીઓ,
For Private And Personal Use Only