________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
અફસ કરતો પડી રહ્યા છે પણ હાથ લંબાવતું નથી કહે ત્યારે એદી કેરીને રસ ચાખશે? નહી જ. આ દૃષ્ટાંત મુજબ આપણે પણ એદી બની પાસેને પાસે રહેલ સદુગુણોને ગ્રહણ કર્યા નહીં તે અફસોસ-ચિન્તા કરવાને અવસર લાગી આવે, માટે આળસ પ્રમાદને ત્યાગ કરી આત્મજ્ઞાન મેળવી આત્મજ્ઞાની બને. જે અભિલાષા છે તે અધુરી રહેશે નહિ અને આનંદમાં ઝીલશે. ઘણાયે મહાભાગ્યશાળીઓ કાયામાયાની મમતાને ત્યાગ કરવા આળસ પ્રમાદને નિવારી જીનેશ્વર પ્રભુના ગુણોને ઓળખી–ગ્રહણ કરી તથા આત્મિક ગુણોને પ્રાપ્ત કરી પરમાનંદને પામ્યા છે. માટે હવે ચેત? આળસ–પ્રમાદને ત્યાગ. અને ઉદ્યમ કરી સત્યાનંદને મેળવ.
હવે સદ્ગુરૂ મહારાજ ત્રીજું પદ, સુંદર હૃદયના ભાવથી જનસમુદાયના કલ્યાણ માટે કહે છે કે, જે મનુષ્યજન્મ પામીને ભાગ્યશાલી હોય તેજ મેહમદિરાનો તથા આળસ પ્રમાદનો ત્યાગ કરીને શૂરવીર બને છે. સત્ય શૂરવીરતા, શરીરને પુષ્ટ બનાવવાથી આવતી નથી, શરીરને પુષ્ટ બનાવવાથી જે શૂરવીરતા આવતી હોય તે પંખીઓમાં ગરૂડ તથા અષ્ટાપદ તથા દેવો-દાનવો ઘણું બલવાન હોય છે. પરંતુ તેઓ મેહ-મમતા વિગેરેને ત્યાગ કરવા સમર્થ હેતા નથી. તેથી સદ્ગુરૂ ફરમાવતા કહે છે કે, શરીરની સાથે માયા મમતાનો ત્યાગ કરી પ્રભુના પંથે ચાલી શૂરવીરતા લાવો. જેથી વિવિધ પ્રકારની વિડંબનાઓ ટળે.
For Private And Personal Use Only