________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩ સત્ત્વગુણ સહુવૃત્તિ સાથે, રાગ કરી નહીં રાચું; બાહ્યના નવરસમાં ન રંગાવું, મેહના પાઠ ન વાચું. નટ- ૨ પલ પલ આતમ અલખ પ્રભુની, –નવરસ કેલિમાં રાચું; જડ સુખ આશા તૃષ્ણાને ત્યાગી, જડસ ભીખ ન યાચું. નટ૦ ૩ પ્રભુમય જીવન ખેલ ખેલીને, ભાગુ મેહનું ડાચું આતમપ્રભુના ખેલને ભજવી, દૂર કરું મન કાચું. નટ૦ ૪ ચિદાનંદરૂપ આતમ પ્રભુનું, જાણ્યું નિશ્ચય સાચું; બુદ્ધિસાગરપ્રભુ દિલ પરગટ, ભવ નાટક નહીં નાચું. નટ૦ ૫
मायाबाजी. (રાગ ઉપરને.)
માયાની બાજી તેમાં ન થાઉં કદિ રાજી, સ્વમા જેવી સહુ બાજી.
માયા, હર્ષ કરૂં શું ? શેક કરું ! જડની માયા સહુ કાચી કર્મ બાજીગર ખેલ છે જૂઠે, એક ન વાત તેમાં સાચી. માયા. ૧ કમ ચકડેળે બેઠે આતમ, ઉંચ નીચ ગણે નિજ પાજી; સ્વમ સરીખી ભ્રાન્તિ એ સહુ, કેણ રાજા કોણ કાજી. માયા૨ આતમનાં નામ રૂપ તે જૂઠાં, કરી છે તેની હરાજી; જગમાં મારું લ્હારૂં છે મિથ્યા, કેણ માતાને પિતાજી. માયા૦ ૩ સુખની ભ્રાંતિથી મહે મુંઝતાં, એકે વાત નહીં છાજી; રાગી ઉપર થાઉં હવે ન રાજી, શત્રુ ઉપર ન નારાજી. માયા. ૪ આતમપ્રભુ હું નિજને રીઝવવા, વાત કરું શું ? ઝાઝી; આજ સુધી મેહ માયામાં રમિયે, તેથી રહ્યો ઘણું લાજી. માયા ૫ દુનિયાં રીઝવવા ચાહ કરું નહીં, કરું નહીં ઈતરાજી; સમ સાક્ષીએ દેખું જગતને, કરું ન મેહની હાજી. માયા. ૬
૧૦
For Private And Personal Use Only