________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પ્રસ્તાવના,
વિક્રમ સંવત્ ૧૯૮૦નું ચોમાસું પેથાપુરમાં કરવામાં આવ્યું. તે પ્રસંગે માસામાં ધ્યાન સમાધિના ઉત્થાનકાલમાં જે અધ્યાત્મિક ઉદ્ગારે ક્રૂરતા હતા તે પદ્યરૂપે આલેખન કરાતા હતા. આ પુસ્તકમાં લીબેદરા ગામનું નામ લખ્યા સીવાયનાં જેટલાં ભજને છે તે સર્વે ભજને મુખ્યતયા પેથાપુરમાં શ્રાવણ માસના આરંભથી માગસર સુદિ ૧૧ સુધીમાં રચાયેલાં છે. ત્યારબાદ માગસર સુદિ ૧૩ પેથાપુરથી કેસરિયાઝના સંઘ સાથે રાંધેજા ગામે વિહાર કર્યો ને રાંધેજામાં તેરસની રાત્રી રહેવાનું થયું ને ચૌદસે લીંદ્રામાં આવવાનું થયું અને ત્યાં જે ભજન રચાયાં તેના નીચે લીંબોદ્રા નામ લખેલું છે માગસર વદિ ૩ના દિવસે માણસામાં આવવાનું થયું ને ત્યાં જે ભજન બન્યાં તેના નીચે માણસાનું નામ લખેલું છે. પિષ સુદિ ૭ ના દિવસે લેદ્રામાં આવવાનું થયું અને ત્યાં જે ભજન રચાયાં તેના નીચે લેદ્રાનું નામ છે, પિષ વદિ ૧ ના દિવસે મહુડી આવવાનું થયું અને ત્યાં જે ભજન રચાયાં તેના નીચે મહુડીનું નામ છે. મહા સુદિ ૨ ના દિવસે પ્રાંતિજ જવાનું થયું અને ત્યાં જે ભજન રચાયાં તેની નીચે પ્રાંતીજનું નામ છે. પ્રાંતીજ સુધીમાં જેટલાં ભજન રચાયાં તે સર્વ ભજને ભેગાં કરીને ભજન સંગ્રહ ભાગ ૧૧ મે એવું નામ આપીને છપાવવા માટે અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળના નેતા ઉપર મોકલી આપ્યાં અને તેમણે પ્રજાહિતાર્થ પ્રેસમાં છપાવ્યાં, ભજનને જેટલાં બને તેટલાં સુધારવામાં આવ્યાં છે છતાં જે કંઈ ભૂલ રહી ગઈ હશે તેને દ્વિતીયાવૃત્તિમાં સુધારો કરવામાં આવશે. પુસ્તકમાં અશુદ્ધિ શુદ્ધિ પત્રક દાખલ કરવામાં આવ્યું છે તે મુજબ સુધારી વાંચવા ભલામણ છે. અમે એ જે ભજને બનાવેલાં છે તેમાંના કેટલાંક પદોમાં તે ખાસ
For Private And Personal Use Only