________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગીતાર્થ ગુરૂગમની જરૂર રહેવાની, અને જિજ્ઞાસુઓએ જે બાબતમાં સમજણ ન પડે તેને ગીતાર્થ ગુરૂઓ પાસેથી અનુભવ લે. તેમજ રૂબરૂમાં ખુલાસે કરવાની ઇચ્છા થાય તે રૂબરૂમાં મળવાથી ખુલાસે બરાબર કરી શકાશે. આ ભજનસંગ્રહમાં જિનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખાયું હોય તેની સંઘની આગળ માફી માગું છું. સાતનની સાપેક્ષદ્રાક્ટને ધ્યાનમાં રાખીને તથા આધ્યાત્મિકદ્રષ્ટિની મુખ્યતાથી આધ્યાત્મિક ઉગારરૂપ કેટલાંક અધ્યાત્મ બેધાત્મક, વૈરાગ્યકારક, નીતિનાં, તથા સાધુશ્રાવકનાં લક્ષણનાં ભજને રચાયેલાં છે એમ પ્રસંગે નિમિત પામીને જે જે ફુરણાઓ ઉઠી તેનાં ભજનો રચાચેલાં છે તે વાંચકે સહેજે સમજી શકશે ને તેમાંથી સજજનદૃષ્ટિથી સાર ગ્રહણ કરી શકશે. ભજનેનું લખાણ, વિશ્વજનના આત્માની સિદ્ધિ માટે સેવારૂપ છે. નિષ્કામભાવે આત્માની શુદ્ધિ માટે આ ધ્યાત્મિકજ્ઞાન વિગેરેનું જે કંઈ શિક્ષણ આપવું વા એવાં પુસ્તકે લખવાં તે વિશ્વની આધ્યાત્મિક સેવા છે અને તેથી સ્વાત્માની તથા વિશ્વજનની આધ્યાત્મિકઉન્નતિ થાય છે. ઉપદેશથી અને લખાણથી વિશ્વની સેવા થઈ શકે છે અને તેથી દેવગુરૂ ધર્મની ભક્તિ થાય છે, તેથી લેખકને તે જ્ઞાન ભક્તિ સેવા યોગ વિગેરે સર્વ મોક્ષમાર્ગના ઉપાયેની આરાધના થાય છે. આત્માની પરિપૂર્ણ શુદ્ધદશા થાય એ ઉદેશને ધ્યાનમાં રાખીને આત્મજ્ઞાન, ભક્તિ, આરાધના વગેરે કરવામાં આવે છે અને પ્રભુની ભક્તિને રસ જે ઉદ્ગારદ્વારા બહાર કાઢવામાં આવે તે ભજનરૂપે બીજાઓને ઉપકારક થઈ પડે છે એ હેતુથી આ ભજન રચાયેલાં છે અને તેથી સર્વ વિશ્વનું હિત થાઓ એમ ઈચ્છું છું. ફત્યેવં.
અર્ટનરાવી શક્તિ રૂ મુ. વિજાપુર ઇ લે. બુદ્ધિસાગર, વિ. સં. ૧૯૮૧ ચૈત્ર વદ ૮ શુક્રવાર. ઈ
For Private And Personal Use Only