________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગરીબ ભીખારીને અનાથ, અશરણ જે દેખાતાં બાલ; તેની સેવામાં પ્રભુ ભક્તિ, માની વર્તે નરને નાર. ૭ અરે માને જાગે ઉઠે, સમજી કરશે પોપકાર; માટીમાં તનુ માટી મળશે, જે પહેલાં કરશે ઉપકાર ૮ વૃક્ષ નદી વાયુ સરવરને, મે કરતા પોપકાર; સંતના પગલે ચાલીને, દાન કરે ઝટ થે હુશિયાર. ૯ પ્રતિબદલે ને કીતિ ઈચછા –ત્યાગી નિષ્કામે નરનાર; દુખીઓને સહાય કરે ઝટ, ધર્મ તમારે એ નિર્ધાર. ૧૦ વિદ્યા ધન ઔષધને વ, પાણુને ભેજન આહાર આપે જેને જે યોગ્ય જ તે, એજ તમારે ધર્મ છે સાર. ૧૧ પરોપકારે મરતાં મુક્તિ, સુખ શાંતિ પામે નિર્ધાર; નાત ધર્મનો ભેદ તજીને, સૌનું દુઃખ હરો નરનાર. ૧૨ એકગણું આપીને સામું, કેટિગણું ફલ પાસે બેશ; સર્વ જીવોનું ભલું કરતાં, મુક્તિ થાશે ટળશે લેશ. ૧૩ માટે બાલક યુવાન વૃદ્ધો, દયા દાનને કરશે નિત્ય; પ્રભુપદ પ્રાપ્તિ એથી નક્કી, આતમ થાશે પૂર્ણ પવિત્ર. ૧૪ કાળ અચાનક આવી ઝડપ, માટે નહીં લગાડે વાર; પુણ્ય કર્મ જે ધર્મ કર્યું તે, જશે ન નિષ્ફલ નક્કી ધાર. ૧૫ દુરાચાર દુર્ગણ વ્યસનથી, માનવ ગણને તુર્ત બચાવ ભક્ત સંતની રીતિ એ છે, પરોપકારે લક્ષ લગાવ. ૧૬ 'ભલું કરી લે વાર ન કરર !! ધર્મ કરી ત્યે નરને નાર; બુદ્ધિસાગર ધર્મ કરતા, સફલ થશે માનવ અવતાર. ૧૭
For Private And Personal Use Only