________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभुपद प्राप्तिमा अयोग्य. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.)
(૨૧) એવા કયાંથી પ્રભુપદ વરે, પ્રભુપદ એવા કયાંથી વરે.. હિંસા જૂઠને ચોરી જારી, પરધન લેભી અરે
અનીતિ જૂલ્મને દ્રોહ કરે બહું, ઝઘડા ટંટા કરે. પ્રભુ. ૧ ક્રોધ માન માયાને લેશે, કામે મન બહુ બળે દેવ ગુરૂને ધર્મના નિન્દક, નાસ્તિકવાટે વળે.
પ્રભુ. ૨ મનુષ્ય પશુ પંખીને મારે, માંસનું ભક્ષણ કરે; દારૂપાની વ્યભિચારી શઠ, દુષ્ટપણું મન ધરે.
પ્રભુ. ૩ દુર્જન દુષ્ટની રીતિ રાખે, પાપથકી નહીં ડરે, સડેલ ફૂટને સન્તને શત્રુ, નરકના પળે ચડે. પ્રભુ. ૪ ટીલા ટપકાં માલા મણકા, ધર્મ ઢેગી થઈ ફરે; અનીતિ પાપે પેટ ભરતે, જૂઠી સાક્ષી ભરે. દુરાચાર દુર્ગુણના દરિયા, પશ્ચાત્તાપ ન કરે, કનક કામિનીમાટે પાપ, કરતે રાક્ષસપરે, પ્રભુ. ૬ આળ કલંક ચઢાવે પરપર, ચાડી ચુગલી કરે; નામ દઈને નિંદા કરતે, ઉપકારી ગુરૂ હણે.
પ્રભુ. ૭ પ્રભુની ઉપર ધરે ન પ્રીતિ, ભેગરાગથી ભરે; નામ રૂપને મેહી જડમાં, સુખરાગે તડફડે. પ્રભ. ૮ રાગને રોષ કરે જગ ઝાઝા, પાપ પંથ સન્ચરે. સંતની શિક્ષા ધરે ન મનમાં, પર ઈર્ષોએ બળે. પ્રભુ. ૯ દેવ ગુરૂ૫ર ધરે ન શ્રદ્ધા, ધર્મપ્રેમ નહીં ધરે ભંડપરે વિષયમાં રાચે, મેહે માર્યો મરે.
પ્રભુ. ૧૦ આડોઅવળે અધર્મ પળે, રાગ કરી આથો; પરના દોષ દેખે દુર્જન, નિજના દોષ ન હરે. પ્રભુ, ૧૧
પ્રભુ. ૫
For Private And Personal Use Only