________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभुमिलन. મરાઠી સાખીની દેશી.
(૪) આતમ પ્રભુ! તુજ પ્રાપ્તિ માટે, પ્રેમે જીવન ગાળું; આપોઆપ જ તુજને મળતાં, મેહનું નડતર ભાછું; માસ પ્યારારે આત્મ પ્રભુ ઝટ મળશે, મેહનું નડતર ટળશે.મારા.1 તાઘરી લગની લાગી રહાલા, પ્યારામાં તું પ્યારે; તુજને મળીને તુજરૂપ થાવું, પ્રાણજીવન આધારે. - મારા. ૨ મેહથકી અળગે થાવાને, તુજમાંહી અર્પયે; હારા શુદ્ધ સ્વરૂપ ઉપગે, આપમાં આપ સમાયે.
મારા. ૩ હારાવણ શું જીવવું મરવું, પ્રભુમય જૈ જીવવાનું એવા ઉપગે પ્રભુ રહિયે, તુજરૂપે બનવાનું. મારા. ૪ ક્રોધ માન માયા ને લેભજ, કામવાસના કીતિ; નામ રૂપને મેહ છે શત્રુ, ભય લજજા અપકીર્તિ. મારા. ૫ જડ દેહાદિક મમતા અહંતા, આડી વચ્ચે આવે; મહાદિક શત્રઓ જીતવા, ઉપગ બળવંત થો. મારા. ૬ તુજથી લગની લાગી ત્યારથી, મેહ શયતાન ન ફાવે; તુજ સાક્ષાત્કાર કરતાં વહાલા, મારૂં ધાર્યું હવે થો. મારા. ૭ તુજને મળીને તુજરૂપ થાતાં, દેહ છતાં મરવાનું રાગાદિક શત્રુઓ હઠાવી, પ્રભુ જીવન ધરવાનું.. મારા. ૮ જ્ઞાને ધ્યાને પરખ્યા પ્રભુજી, હવે ન મૂકે કયારે, તુજ સ્વરૂપે પૂર્ણ બનીને, જીવીશ આનંદ ભારે. મારા. ૯ મરવું ઉગરવું છે નિજ હાથે, વિસરું નહીં ક્ષણ એકે ક્ષણ ક્ષણ તુજને સમરૂં આતમ, ભણિયે એકડે એકે. મારા. ૧૦ દુનિયાદારીમાંહી ન રીચું, દુનિયા ખીજે ન બનવું ચિદાનંદમય પ્રભુજી હારા, અનંત જીવન જીવું. મારા. ૧૧
For Private And Personal Use Only