________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩
(जैनागम शास्त्रानुसार श्रीपूज्यसूरिलक्षण.) જૈનાગમ શાસ્ત્રોતણ -શુદ્ધ પ્રરુપક જેહ, કંચન કામિની ત્યાગી, પવિત્ર મનવચ દેહ. આવશ્યક અપવાદ વણ, પાલખી મેનાં ત્યાગ; પંચ મહાવ્રત પાળતા, ધર્મને પૂરે રાગ. જૈનધર્મરક્ષણ કરે, ડરે ન મરતાં જેહ સંઘની રક્ષા જે કરે, બને ગુણેનું ગેહ. મિથ્યા આડંબર તજે, ચહે ન પૂજા માન; ગીતાર્થ સૂરિ સુખકરા, ઉત્તમયુગ પ્રધાન. પશુ નપુંસક પંઢને, સ્ત્રી પરિચય તજનાર; દ્રવ્યભાવમૈથુનના,–ત્યાગી તારણહાર, ગચ્છાદિક રક્ષા કરે, દેતા ધર્મોપદેશ; ષડાવશ્યક સાધતા, ટાળે રાગ ને દ્વેષ. એવા શ્રી પૂજ્યસૂરિજી, જૈન ધર્મ રખવાળ; બુદ્ધિસાગર સહગુણ, નમો ગુરૂ સુખકાર,
મુ. દરા.
આવો , દેવગુરૂને ધર્મની, શ્રદ્ધા સમકિતવંત; જૈનશાસ્ત્ર શ્રદ્ધા ધરે, વંદે સાધુ સંત. સંયમની રૂચિવંત જે, ચારિત્ર લેવા ભાવ; જૈન સંઘ સેવા કરે, દેશવિરતિ લે હાવ. પડ દ્રવ્યાદિક તત્વની શ્રદ્ધા ધારક જેહ સત્યને સત્યપણે રહે, ધરે ધર્મપર નેહ,
For Private And Personal Use Only