________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
સમ્યગદષ્ટિથી તું આતમ, નિજને સમ્યગ્ન જાણે, અયોગથી આતમ નિજની,-મુક્તિ સાચી માને. આતમ ૧૫ મતિ શ્રત અવાધ મન:પર્યવને, કેવલજ્ઞાની થાવે કેવલજ્ઞાને સત્ય પ્રકાશી, સત્યધર્મ સમજાવે. આતમ- ૧૬ બહિરાત્મથી અંતર આતમ, શૈ પરમાતમ થરે; સર્વદ્રવ્ય તને જાણે, સ્વપરપ્રકાશી સુહાવે. આતમ ૧૭ અંશજ્ઞાનથી પૂરણ જ્ઞાને, વિકસે કમ હઠાવીરે; જાણે તેટલું મતે પ્રકાશે, તુજમાં લગની લગાવી. આતમ ૧૮ આતમથી નારિતક આસ્તિક સહુ, દર્શન પ્રગટયાં જાણે રે; આતમમાંથી શાસ્ત્રો પ્રગટ્યાં, આતમજ્ઞાન પ્રમાણે. આતમ ૧૯ ક્ષયે પશમ જ્ઞાને સહુ જી, ભિન્ન ભિન્ન મતિ ધારીરે; સાયિકભાવે કેવલજ્ઞાનમાં, નહિ મતિભેદ લગારી. આતમ ૨૦ સમકિતવંતા સભ્યમ્ જ્ઞાની, નયસાપેક્ષ વિચારે; સર્વે દર્શન ધર્મશાસ્ત્રને, જાણે હઠ સંહારે. આતમ ૨૧ અનેક દર્શન ધર્મ પથને,-આત્મ અનાદિ કર્તા અનંત ભવમાં અનેક ધર્મો, કર્તા છે સંહર્તા. આતમ૦ ૨૨ સમ્યજ્ઞાન થયા પછી આતમ, સમ્યગુ ધર્મને ધારે, મતપથ દર્શન ધર્મોમાંથી, સમ્યમ્ સત્ય વિચારે. આતમ ર૩ મન સંકલ્પ વિકલપના યોગે, પ્રગટ્યા પંથે વારે; આતમ આપરવભાવમાં રમતે, નિર્વિકલ્પતા ધારે. આતમ ૨૪ નિવિકલ્પદશામાં આતમ, અકળ કળા સમજાતી, નયસાપેક્ષના શાનધ્યાનથી, અનુભવવાત જણાતી. આતમ- ૨૫ આતમદર્શનધર્મપત્થની, પચ્ચીશી એ ગાઈરે; પેથાપુરમાં બુદ્ધિસાગર–આત્મદશા પરખાઈ આતમ- ૨૬
૧ કાવવો
For Private And Personal Use Only