________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહને અતિપરિશ્રમ ત્યાગે, મોન ધરીને રહેશે અનુપયોગે બોલતાં કર્મ છે, સમજી મૌનને વહેશે. આતમ ૬ બહુ બોલતાં દેવ ઘણું છે, વર્તે મૌનથી શાંતિ, રાગરેષ પ્રેર્યા નહીં બેલે, ટાળે મિથ્યા બ્રાન્તિ. આતમ- ૭ ભક્ત સંતને મૌનથી મુક્તિ, થાતી નક્કી જાણે. બુદ્ધિસાગર મૌનથી આનંદ, અમૃત પી શિવ હાણે. આતમ ?
કલિ૦૧
कलियुगमा कुमतो.
(ગોપીચંદ લડકા એ રાગ.) કલિયુગમાં બહુલા કુમતિ પાખંડી જનો થાય છે પ્રભુ ધર્મને શારે લેપે કુપંથે વહી જાય છે. રવર્ગ ન માને નરક ન માને, માને નહીં જે મુક્તિ દેવ ગુરૂને ધર્મ ન માને, નહીં માને છે નીતિરે. સુધરેલા નામે બગડેલા, ધન ધર્માચારે; ધર્મશાસ્ત્રમાં કરતા શંકા, કરે કપંથ વિચારે. સંત સાધુની સંગ ન કરતા, ફક્કડ બનીને ફરતા ઘમ કમને વહેમ જે માને, દુર્વ્યસનને ધરતારે, આતમ ઇશ્વર કમ ન માને, કુતર્ક કરી મતતાણે અધધને ધર્મભ્રષ્ટચૈ, ગુરૂગમે શાસ્ત્ર ન જાણેરે. જૂનાગમ શાસ્ત્રો ઉથાપે, આપમતિએ ચાલે, પૈસા માટે પ કાઢે, ઘાલે સત્ય પાતાળેરે. જ્ઞાની ગુરૂભકત દિલસમજી, કુમતિ પાખંડ ત્યાગે, બુદ્ધિસાગર ગુરૂ ગીતાર્થના શરણે રહી ઘટ જાગેરે.
કલિ૦ ૨
કલિ. ૩
કલિ૦ ૪
કલિ. ૫
કલિ. ૬
For Private And Personal Use Only