________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समकित (सम्यक्त्वदृष्टि)
(રાગઉપર)
સમકિત પામતરે, મુક્તિ પામે નરને નારી , મેક્ષને એકડોરે, સમકિત પામતા નિર્ધારી | જૈનધર્મને દેવગુરૂની, શ્રદ્ધા દ્રવ્યનેભારે જૈનશાસ્ત્રની શ્રદ્ધા થાતા, સમકિત મોક્ષ વિચારે. સમe 1 સમાતિવણ તપ જપ નહીં લેખે, દયા ન લેખે આવે; મુક્તિ ન આપે વ્રત સંયમ પણ, જો નહીં સમતા આવે. સમ૦ ૨ નય નિક્ષેપે નવ તત્ત્વાદિક. જાણી શ્રદ્ધા ધરતરે; નિશ્ચય સમક્તિ ઘટમાં પ્રગટે, નરનારી શિવ વરતાં. સમ૦ ૩ સમકિતીને વ્રત ચારિત્ર યોગે, નિશ્ચિય મુક્તિ થાતી, સમકિતવણ નહીં જ્ઞાનને ચારિત્ર, સમકિતી હણે ઘનઘાતી. સમય ૪ સમકિતીને કદિ નાશ ન થાવે, સમકિતિ તરત અંતરે સમકિત હેતુ અવલંબે સહુ-રહે ન મિથ્યાભ્રાંતે. સમe | દેવગુરૂને ધર્મ શાસ્ત્રમાં–શંકાદિક પરિહરીએ. બુદ્ધિસાગર સમકિતબલથી, ચારિત્રલહી શિવ વરીએ. સમ૦.૬
(જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.)
(૮૪) આતમ સહજ સમાધ ભયે, આતમ ઉપગે દિલ વ. હઠની કિંમત કેંડી સરખી, સહજ સ્વભાવે છતી, અસંખ્યપ્રદેશે અનંત આનંદ, જ્ઞાનની પાસે ગતિ. આતમ ૧ પંચ સમિતિ ને ત્રિગુપ્તિ, શુદ્ધાતમ દિલ ધરે; રાગ રોષથી દૂર રહેવું–કામવૃત્તિને હરે.
આતમ- ૨
For Private And Personal Use Only