________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
8
નાસ્તિક દુર્જન મૂઢ જનેને, સંગ કરે નહીં ક્યારે, ઇંડા સમ અપકવ દશામાં, ગુરૂઆજ્ઞા ધરી ચાલેરે. પ્રિ. ૩૪ કામ ક્રોધ ને મેહ નિવારે, વિષય સંગને ભૂલેરે; વિષય સંગ સ્મરતાં પતને છે, ભક્ત કદિન ક્લેરે. પ્રિ. ૩૫ વિષય વૃત્તિને સંગ ત્યજે તે, અંનત બ્રામાં હાલેરે. માયાને અનુકૂલ કરીને, અનુક્રમે પંથે ચાલેરે.. પ્રિ. ૩૬ નિર્જન સ્થાનેને સેવે જે, નિર્મમ નિરહંકારરે, નભપેઠે નિલેપ જે રહેતે, અપ્રતિબદ્ધ વિચારીરે. પ્રિ. ૩૭ જડથી રાગ ન ટ્વેષ ન ધારે, સેડહંભાવ વિચારે; હંતુ વૃત્તિથી થૈ ન્યારે, એકપણું દિલ ધારેરે. પ્રિ. સાગરમાં નદીઓજ સમાતી નામ રૂપને ત્યાગીરે, આત્મામાંહિ ચિત્ત સમાવે, તે ભક્તિ વડભાગીરે.' કર્મ કરે પણ ફલ ઈચ્છા નહીં, ઈચ્છા પ્રભુને સેપરે; આત્માર્પણથી અખંડ થાત, કામ પશુને કાપેરે. પ્રિ. ૪૦ બાહિર અંતર પરમ રૂ૫ ત્રણ, પ્રેમનાં જાણ વિવેકરે; ઉત્તરોત્તર વિશુદ્ધ લહને, વર્તે અભેદ કેરે. પ્રિ. ૪૧ પરબ્રહ્મ મહાવીર પ્રભુની, એકાંતિક મહાભકિતરે; નામ રૂપના વ્યતિપણાને, ભૂલવતી મહાશક્તિરે. પ્રેમસ્વરૂપે સહુને દેખે, સર્વ વિકલ્પ સમાવે; સત્તાએ એકજ આતમને, ભાવે ધ્યાવે ગાવેરે. પ્રિ. આંખોમાં અશ્રુને સાગર, ગદગદ વાણી બેલે; હર્ષ થકી નભને ઉભરાવે, પ્રભુ પ્રેમથી ડોલેરે. આવિર્ભાવ પ્રભુને પામે, સત્ય પ્રેમ પ્રભાવે; સર્વ વિશ્વને પૂજ્યપણું દે, ભકિતના ખૂબ ભાવે રે. પ્રિ. પ્રેમ સમાધિમાં નહીં આધિ, ઉપાધિ વા વ્યાધિ, પ્રભુપ્રેમનું દર્દ મઝાનું, મન રહેતું ઉન્માદીરે. પ્રિ. ૪૬ ભક્તિપ્રતાપે પૃથ્વી રહે સ્થિર; ચાંદે ભાનું ચાલે મર્યાદા મૂકે નહીં. સાગર, વનસ્પતિ ફાલેરે. પ્રિ. ૪૭
8
8
For Private And Personal Use Only