________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R;
એવું જાણું પ્રકૃતિસંગી, જી સાથે રહેવું, ઉદાર આશય આચારોથી, રહેવું સહેલું દેવું. ભા. ૧૦૭ સર્વ જીવેને પસંદ પડતા, પ્રકૃતિ યુક્ત સ્વધરે;
સ્વાધિકાર રહેવા દેવા, જૈન ધર્મના કમૅરે. ભા. ૧૦૮ દ્રવ્ય ભાવથી નવ રસ રસિયા, જેનો શિવપદ વરતારે; પ્રકૃતિ સુખ અવલંબીને, આત્મિક સુખને ધરતારે. ભા. ૧૦૯ પ્રકૃતિ ત્રણ ગુણ ધર્મની સાથે આત્મિક ધમૅરે; તરતગે જૈનધર્મ છે, મિશ્રિત ભાવથી કરે. ભા. ૧૧૦ શુદ્ધાત્મા કેવલ થાતાં ઘટ, જિનધર્મો સહ પ્રગટેરે; સાધન રૂપે જૈનધર્મ નહીં, સર્વ કર્મ ત્યાં વિઘટેરે. ભા. ૧૧૧ કર્મ સહિત સહુ આત્મહષ્ટિયે, તેઓના જે ધમૅરે, જૈન ધર્મ ને જિનધર્મોમાં, સમાઈ જાતાં કર્મોરે. ભા. ૧૧૨ જૈનધર્મ છે કાલ અનાદિ, અંત ન તેને આવે; આત્મા પેઠે શાશ્વત સાચે, સમજે ઘંતિ જાવેરે. ભા. ૧૧૩ અવસર્પિણ કાલે પહેલાં, અષભ પ્રભુએ પ્રકારે; અજિતઆદિ તીર્થકરોએ, તત્ત્વથી સત્ય વિકારે. ભા. ૧૧૪ ત્રેવીશમા શ્રી પાર્શ્વજિનેશ્વર, જૈનધર્મ ઉદ્ધારે પિણી બે વર્ષ પછીથી જન્મી, વીર પ્રભુએ ધારે. ભા. ૧૧૫ ભારતભૂમિ ધર્મભૂમિ છે, જૈન ધર્મની ખાણિરે; અસંખ્ય યોગીઓની ભૂમિ, સાત્વિક પ્રકૃતિ વાળી રે. ભા. ૧૧૯ પરબ્રહ્મ મહાવીર પ્રભુએ, ઉપદેશ્ય સહુ સાચું રે તેની શ્રદ્ધાગે સમકિત, રહે ન કાંઈ કાચું રે. ભા. ૧૧૭ વીરપ્રભુની વાણી જાણે, ટળતી મિથ્યા બ્રાન્તિરે સર્વ ધર્મ સમ્યમ્ સમજાતા, પામે આતમ શાતિરે. ભા. ૧૧૮ સમ્યગ્દષ્ટિ જેનોને સહુ, સાચું વિશ્વ જણાતું રે ચિચ્ચારષ્ટિ અજ્ઞાનીને, સત્ય તે જૂઠું થાતુર. ભા. ૧૧૯ એવી રીતે કાલ અનાદિ, જૈનધર્મ જગ વર્તે, અનંત કાલ લગી જગ રહેશે, આત્મ સત્યતા શરે. ભા. ૧૨૦
For Private And Personal Use Only