________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર ૩રરચ્ચી. રપર સુધીનાં કાર્યોને મેસાણા વગેરે સ્થળે રચવામાં આવ્યાં છે. ગુરૂગીતાને સ. ૧૯૭૨ની સાલમાં વિશ્વપુરમાં રચી છે. ગુણાનુરાગી મનુષ્ય, સત્યના આકાંક્ષીજને, જ્યાં ત્યાંથી ગુણાનુરાગ દષ્ટિથી સત્ય ગ્રહણ કરે છે, તે તેઓ આ પુસ્તકમાંથી જે જે રૂચે તે હંસની પેઠે ગ્રહણ કરે અને આત્માની ઉન્નતિ તથા શુદ્ધિ કરે. સર્વવિશ્વજીવા આત્માની શુદ્ધિના માર્ગે વળે. સર્વ જેનોની ઉન્નતિ થાઓ.
इत्येवं ॐ अहं महावीर शांन्तिः ३
સં. ૧૯૭૯ શ્રાવણ સુદ ર
મુ. વિજાપુર
મુનિશ્રી દેવેન્દ્રસાગરજીનું
જીવનચરિત્ર,
મુનિશ્રી દેવેન્દ્રસાગરજીની જન્મભૂમિ ગેરિતાગામ છે. વિજાપુરથી પશ્ચિમ દિશાએ ચાર ગા પર ગેરીતાગામ છે. ગેરીતાગામમાં પહેલાં પંડિત મુનિયે આવીને રહેતા હતા તેમનું સંસારી નામ ડાહ્યાભાઈ હતું અને તેમના પિતાનું નામ પિતાંબરદાસ હતું. તેમના કાકા સુરચંદભાઈ સ્વરૂપચંદ તથા મૂલચંદ સ્વરૂપચંદ એ બે હતા અને તે બે વિજાપુરના વતની હતા સુરચંદભાઈએ જ્ઞાનશીતલ વિલાસ વગેરે ગ્રંથ રચ્યા છે. સૂરચંદભાઈ વગેરે ત્રણે ભાઈ યુવાવસ્થામાં શિનેર પાસેના સાડલી વગેરે ગામમાં વ્યાપાર નિમિત્તે ગયા હતા. ત્યાં શ્રી હુકુમમુનિજીની સંગતિ થતાં તેઓ તેમના શ્રાવકે થયા હતા. પિતામ્બરદાસ પાલેજમાં વ્યા પાર કરવા ગયા અને મૂલચંદભાઈ પણ પાલેજમાં વ્યાપાર નિમિત્તે ગયા. સુરચંદભાઈએ વિજાપુર આવ્યા બાદ વ્યાપાર ત્યાગ કર્યો હતે. તે ત્રશુમાં સુરચંદભાઈ વિશેષ વિદ્વાન હતા.
For Private And Personal Use Only