________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળે એવી ચળવળ કરવી. બાહ્યરાજ્ય મેળવવા માટે તે બ્રિટીશેની પિઠ હિંદીઓએ રાજ્ય શિક્ષણકળા પામી વર્તવું જોઈએ અને આધ્યાત્મિક આત્મરાજ્યની પ્રાપ્તિ માટે તે પ્રભુ મહાવીરદેવના ઉપદેશાનુસાર વર્તવું જોઈએ. ગુણ ગ્રહવા અને દુર્ગણે ત્યજવા જોઈએ. વિશ્વમાં વર્તતાં સર્વ બાહ્યરાજ્યના શુભ ગુણકર્મોને ગ્રહવા જોઈએ અને અશુભ ગુણકર્મોનો ત્યાગ કરવો જોઈએ. હિંદીઓ જે બળ, ખૂનામરકી, બાહ્યસ્વરાજ્ય લેવા માટે કરશે અને તેથી તેમને રાજ્ય મળશે તે પણ તેઓ લાંબી મુદત સુધી સ્વરાજ્ય ટકાવી શકે નહિ. અને આર્યરાજ્યના પ્રાચીન આદભૂત બની શકશે નહિ, સાત્વિક ગુણેથી પ્રગટાવેલું રાજ્ય લાંબાકાલ સુધી ગમે તે દેશની પ્રજા પ્રાપ્ત કરી શકે છે. સર્વ ખંડમાં સાત્વિકરાજય એજ સ્વર્ગ રાજ્ય છે. સર્વવિશ્વમાં સાત્વિકરાજ્ય પ્રસરે. ન્યાયી રાજાને તાબે પ્રજાઓ રહે તેમાં વ્યાવહારિક સ્વતંત્રતા છે. આર્ય મહત્તાની સાથે પ્રજાએ હિંદની મહત્તાને જાળવવી જોઈએ. સર્વદેશોમાં સ્વતંત્રતા હાલ ગણાય છે પણ સદ્દગુ
ની મહત્તા વિનાની સ્વતંત્રતા છેવટે આકાશમાં પ્રગટેલી વિજબીની પિઠે ક્ષણમાં નષ્ટતાને પામે છે. હને સર્વ ખંડપર સમભાવ છે. કે દેશ માટે નથી. હિંદદેશપર રાગ નથી તેમ ઈંગ્લાંડાદિ અન્ય દેશ પ્રજાપર દ્વેષ નથી. પરમાત્માને દેશ તે મારે દેશ છે. પરમાત્માને ધર્મ, જાતિ તેજ મારો ધર્મ જાતિ છે. કાળીગારી ચામડીમાં મહને ભેદભાવ નથી. સર્વદેશની પ્રજાએ એકાત્મશુદ્ધ પ્રેમ મિત્રભાવે તે અને પરસ્પરમાં પ્રભુ દેખે એવી રીતે વતી આધ્યાત્મિકસ્વરાજ્ય પ્રાપ્ત કરે એજ મારી ઈચ્છા છે. વ્યવહારથી સ્વસ્વજન્મભૂમિમાં જન્મેલા લેકેને ન્યાય, શોર્ય, આત્મગ અને પ્રમાણિકતાથી કાકા
મળે એ જન્મસિદ્ધ હક્ક છે. ત્યાગીઓને પ્રભુ મેળવવાને હક છે તેમ સર્વલેકેને રવસ્વ જન્મભૂમિનું સ્વરાજ્ય મેળવવાને ગૃહાવાસમાં હકક છે. ભૂમિ, પશુ, લક્ષમી, ધાન્યાદિક વિના ગૃહસ્થાવાસમાં એક ક્ષણ પણ જીવી શકાય નહિ. ત્યાગીઓએ ગૃહસ્થને વ્યાવહારિક અને નૈશ્ચયિક અને પ્રકારના સ્વરાજયને
For Private And Personal Use Only