________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘાટી જેવી છે. જેનોમાં સાધુસાધ્વી શ્રાવક અને અવિકાના ચતુર્ભેદવાળું મહાસંઘ તરીકે અનાદિકાલથી સ્વરાજ્ય પ્રવર્તે છે. સંઘના પ્રમુખનું મંડળ મળીને સંઘબલની વ્યવસ્થા જાળવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારવર્ણ ચતુર્વિધ મહાસંઘમાં સમાવેશ થાય છે. ચારવર્ણ સ્વસ્વગુણકર્માનુસાર વતી અનાદિકાલથી જૈનધર્મની આરાધના કરે છે. ચતુર્વિધ મહાસંઘ ભેગે થઈને રાજાના અન્યાય સામે પાખી હડતાલરૂપ અસહકાર કરીને અન્યાયોને દૂર કરાવતા હતા, અને હાલ પણ કરાવે છે. જેનસ ઘ મહાજનની પાખી હડતાલને ગાંધીજીએ અસહકારના અહિંસાત્મક અમુક સિદ્ધાંત તરીકે વાપરી છે. જૈન મહાજન સંઘ, કારણ પ્રસંગે પાખી હડતાલરૂપ અસહકાર કરતું હતું, અને તે પણ પ્રેમ, સત્ય, દયા, અહિંસા અને રાજાની સાથે પૂજ્યભાવ રાખીને કરતે હતું અને રાજ્યમાં ચાલતું અંધેર તેથી દૂર કરવામાં આવતું હતું. હાટે તાળાં દેવાં તે હડતાલ છે, વૈષ્ણવ હિંદુઓ હડતાલ પાખીને અણુજા (અનુઘમ)ના નામથી સ બેધે છે. ગાંધીજીએ અસહકાર અહિંસાત્મક સ્વીકાય છે. જૈન મહાસંઘે તે પ્રભુ મહાવીરદેવ પહેલાં ઘણું તીર્થકરના વખતથી કારણ પ્રસંગે ધર્મસંઘની રક્ષાથે પાખીરૂપ અસહકાર પ્રારંભે હતું. ગાંધીજીએ પણ અપેક્ષાએ તેનું અનુકરણ કર્યું છે, અને શુભકર્મોની સાથે સહકાર પ્રશસ્ય છે અને હશે તથા દુષ્ટકર્મોની સાથે અસહકાર પ્રશસ્ય છે. કેઈ પણ પ્રજા તથા કોઈ પણ દેશની સાથે જ્યાં પ્રેમ ઐક્ય છે ત્યાં સહકાર છે. જ્ઞાનીઓ વડે કરાતા મેહના અસહકારમાં ઠેષ ધિક્કારની ગંધ નથી. અજ્ઞાનીઓના અસહકારમાં શ્રેષા ધક્કારની ઉત્પત્તિ છે. ગૃહસ્થાવાસમાં રહેલા મનુષ્ય સહકાર અને અસહકાર બનેને અપક્ષ એ આદરે છે અને બન્નેને સાધન તરીકે વાપરે છે જ્ઞાની ત્યાગી મહાત્માઓ તે પિતાને નાશ કરનારાનું પણ અશુભ કરતા નથી તેથી તેઓ ઠેઠ પ્રભુની નજીકનું પદ પામેલા હોવાથી તેઓના ઉપદેશની સર્વ દુનિયાપર સારી અસર થાય છે.'
For Private And Personal Use Only