________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- એમ લાગે છે, રાજકીય હિંસાત્મકયુદ્ધનું વાતાવરણ જે થશે તે
તેમને ભવિષ્યમાં રૂચશે નહીં. તેથી તે ટેસ્ટેયની પેઠે બાહ્યરાજ્યવાદીયુદ્ધપ્રિયેથી જુદા પડી ધાર્મિક બાબતમાં સંકાન્તિકારકઉથલપાથલકારક થઈ પડશે એમ અનુમાન કરું છું. જેનેને પ્રાણું છું કે તેઓ ધાર્મિક બાબતમાં જેનશાસ્ત્રોના આધારે મળતી આવતી બાબતમાં સહકારી બને અને વિરૂદ્ધ બાબતેને અન્યશ્રદ્ધાથી ન માને.
અસહકારવાદીઓને અને સહકારવાદીઓને મારે ઉપદેશ છે કે તેમણે રાજ્યદ્રોહી ન બનવું, તેમજ પ્રાણ જાય તે પણ દેશદ્રોહી ન બનવું તથા એકબીજાના પર વૈરબુદ્ધિ ન ધારવી, તથા બંડખળ કરનારાઓને સમજાવી શાંત કરી હિંદનું વ્યવસ્થિત બળ કરીને સર્વોની એકતાનું બળ વધાર્યા કરવું. રાજ્યદ્રોહી કદાપિ બનવું નહીં તેમજ રાજ્યદ્વારીઓ તરફથી થતા અત્યાચારો અને જુલ્મને ધિક્કારી પાડવા અને પશુઅલ કરતાં આત્મબળ શ્રેષ્ઠ છે તે આદર્શજીવન ધરી સર્વ ખંડેને જણાવવું. બે બિલાડીની રોટલાની તકરારમાં વાનરાના ન્યાય જેવું ન બને તેમ કાળજી રાખી વતી સ્વદેશમાટે માન અપમાન દુઃખ વગેરે ભૂલી જવું. સ્વદેશભક્ત નામના કાવ્યમાં સ્વદેશભક્તોના ગુણે દર્શાવ્યા છે એવા ગુણે જેઓમાં હેય છે તેઓ સ્વદેશની સેવા કરે છે, અને અન્ય દેશોના લેકેની પણ સેવા કરે છે. અમારે બાહ્યસ્વરાજ્ય અને અધ્યાત્મસ્વરાજ્યને ઉપદેશ દેઈને તથા અધ્યાત્મ સ્વરાજ્યનું આદર્શજીવન ગાળીને ભેદભાવવિના સર્વ વિશ્વદેશના લેકેનું કલ્યાણ કરવારૂપ સેવાભક્તિ કરવાને અધિકાર છે. કોઈ અપેક્ષાએ ગૃહસ્થા કરતાં ત્યાગી મહાત્માઓ દેશ અને વિશ્વનું અનંતગણું કલ્યાણ કરી શકે છે. અશે અશે તેમજ વિશેષાંશે વિશ્વવર્તિસર્વ કે, સ્વદેશભક્ત અને વિશ્વભક્ત તરીકે હેય છે. પક્ષપાતને ત્યાગ અને સંકુચિત વિચારને ત્યાગ તથા પર માર્થબુદ્ધિથી લેકેનું વિશેષ પ્રમાણમાં હિત સાધી શકાય છે.
For Private And Personal Use Only