________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે હું સમ્મત નથી. દારૂના અસહકાર ગમે તે ખંઠદેશમાં થાય તથા ચરખાથી કાંતેલું અને હાથે વણેલું વસ્ત્ર પહેરવું તેને અહિંસાના સિદ્ધાંત એગ્ય ગણું છું, પરંતુ શ્રેષજન્ય અસહકાર છે તે અમારે ત્યાગદશામાં અગ્ય અસત્ય છે. હું જૈનાચાર્ય છું અને ગાંધીજી વૈષ્ણવ વણિક છે. તેમને અને અમારે અમદાવાદ સાબરમતી કાંઠે સમાગમ થયું હતું. તેમણે પગે લાગીને અમારું સ્વાગત કર્યું હતું તેમની સાથે ચારવર્ણની સિદ્ધિ સંબંધી ચર્ચા ચાલી હતી અને ગુણકર્માનુસારે ચારવર્ણની માન્યતાને તેમણે સ્વીકારી હતી. અમારા વિચારો શ્રવણ કરતાં તેમણે અહિંસાત્મક રાષ્ટ્રીય ચળવળ ચલાવવી એગ્ય ગણી હતી. તેમણે જૈનશાસ્ત્રને યુરોપમાં પ્રચાર થાય તે ત્યાંના લોકો દયામય બને એવા ઉગારે જણાવ્યા હતા. મેં તેમની ઈચ્છાથી તેમને ભજનસંગ્રહના સાતે ભાગ આપ્યા હતા. જેનશાસ્ત્રોના. આધારે તે માર્ગોનુસારી સંભવે છે. જૈનધર્મને સ્યાદ્વાદસિદ્ધાંત તેમને સર્વધા ગમે તે તે વિશ્વકલ્યાણ કરી શકે, પણ તે પોતે, વૈષ્ણવધર્મને માને છે. રાષ્ટ્રીય પ્રગતિપ્રવૃત્તિમાં સ્વરાજ્યમાટે ચળવળ કરનારા તે છે. તેમણે અસહકારની પ્રવૃત્તિ શરૂ કરી છે પણ તેથી હિંદીઓમાં સહકારવાદી અને અસહકારવાદી એવા બે પક્ષ પડયા છે. અસહકારવાદીઓની હિંદમાં ઘણી સંખ્યા છે. જેનશાસ્ત્રોના આધારે ગાંધીજીના રાજકીયવિચાર જેટલા બંધ બેસે તેટલા જેનેએ સ્વીકારવા પણ અન્દરાગી થૈને જેનયુવકેએ તેમના ધર્મના વિચારો કે જે જેનશાસ્ત્રોથી વિરૂદ્ધ પડે અને જૈનાચાર્યો તેમના જે વિચારોને જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ કાવે, તે. વિચારેથી અને પ્રવૃત્તિથી જેનેએ દૂર રહેવું. ગાંધીજી જેન નથી, જૈન મહાત્મા નથી. જૈન સાધુ નથી તે બ્રાહ્મણશાસ્ત્ર દષ્ટિએ મહાત્મા છે. રૂશિયાના ટેસ્ટોયના આદર્શને તે માને છે અને તેથી તે ભવિષ્યમાં. હિંદુ ધર્મશાસ્ત્રો વગેરેમાં માન્યતાભેદે મેટી ધર્મભેદ સંક્રાંતિના આગેવાન થઈ પડે અને તેથી તેમને હિંદુ વગેરે ધર્માચાર્યોની સાથે મહા અથડામણ થવાને સભવ રહે
For Private And Personal Use Only