________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮ વેશ્યાના સંગી નહીં થાશે, દયા પ્રેમ રઢ મંડો. સર્વે. ૨૧ દગા પ્રપંચે દુર્ગુણ છેડે, સટ્ટા જૂગટું ત્યાગે; માંસ ન ખાઓ કરે ન હિંસા, જ્ઞાનથકી ઘટ જાગે. સર્વ. રર વરથકી નહીં વૈરની શાંતિ, પ્રેમે વૈર શાંતુ ક્ષમાથકી છે કોયની શાતિ, માણસ હોય નમતુ સર્વે. ૨૩ વેરને બદલે પ્રેમથી વાળે, ઉદાર દષ્ટિ ધારે
જ્યાં નીતિ ત્યાં આત્મરાજ્ય છે, કરશે પરોપકાર. સ. ૨૪ માનસને કદિ નીચ ન માને, કદિ નહીં ધિક્કારે; સર્વ મનુષ્ય આતમ સરખા, માને મુક્તિ ધારો. સર્વે. ૨૫ અન્ય પ્રજાને ગુલામ કરવા, હકક ન કેને કયારે; સ્વરાજ્ય સરખું સર્વ દેશને, અરસપરસ ઉપકારે. સ. ર૬ રોગીઓના રોગ નિવ, સંકટ દુખ ટાળે; શક્તિ છતાં સહવાનું શીખે, કુસંપનાં બી બાળે. સર્વે. ૨૭ ભૂખ્યાંઓને ભેજન આપે, તરસ્યાને જળ આપે; સતી જતીનું રક્ષણ કરશે, જ્ઞાન દયાથી વ્યાપે. સર્વે. ૨૮ દુકાલે પીડિત લોકની, હારે વહેલા ધો; અત્યાચાર દૂર નિવારે, સાચું વિશ્વ જણાવે. સ. ૨૯ દૂતપણાને છેડે જલદી, દુર્જનતાને વાર; કહેણી રહેણ સરખી રાખે, ધરશે ધર્માચાર. સ. ૩૦
અતિથિ સાધુ સંતને દેખી, આંખે અશ્રુ લાવે; વિગ થાતાં આંખે અશ્રુ, આવે એવું ભાવ. સ. ૩૧ રાગદ્વેષ નિવારે જેઓ, તેઓ જગ ઉપકારી; સાચું દેખે સાચું ભાખે, તે સેવે હિતકારી. સ. ૩૨ ઈન્દ્રિયેના સુખના સ્વાર્થે, થાતી મારામારી; અંતે કાંઈ હાથ ન આવે, સમજુની બલિહારી. સર્વે. ૩૩ લક્ષ્મી વધતાં સુખના સ્વને, ભલે ગગનમાં ઉડે જડ વરતુથી સુખ ના સાચું, ભેગે દેહ ન રૂડો. સ. ૩૪ જડજગની વસ્તુઓ માટે, પ્રગટે મારામારી, મહાહાનિકર યુદ્ધ થાતાં, શાંતિ નહિ તલભારી. સર્વે. ૩૫
For Private And Personal Use Only