________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya s
ર૬૧
देशी राजाओने शिक्षा
દેશી રાજાઓને શિક્ષા–દઉ રૂચે તે માને. દારૂ ને વ્યભિચારજ છેડે, તજે સંગ ગુણકાને. સમજી વર્તે તે સુખ પાય, નહીં તે દુઃખી અંતે થાય. દુર્જન દુષ્ટની સંગત ત્યાગ, નિજ કર્તવ્યે જાગો, જુવાની જાળવશે પૂરી, દુર્બસનેથી ભાગ; કરો નહીં ખર્ચ નકામું એક, રાખે સત્ય નિયમને ટેક. તન ધન શકિત પદ અભિમાને, જશે ને મનમાં ફૂલી, અંતે ખાલી હાથે જાશે, દુર્ગતિમાંહી ભૂલી; કરશો ગુણીજનોને સંગ, રાખ પ્રભુ ભકિતને રંગ. આવકના અનુસારે ખર્ચો, કરશો નીતિ ધારી, ફૅશનની ફિશીયારીમાંહી, ફસતાં દુઃખડાં ભારી; સાદા વેશે જીવન જાય, તેથી ચિંતા ઓછી થાય. પ્રજા વર્ગની સાથે વસીને, સુખ દુઃખ તેનાં જાણે, પક્ષપાત વણ ન્યાય કરીને, ભલું કરી સુખ માણે પ્રજાને સેવક રાજા હોય, તેની કીર્તિ જગમાં જોય. કાચા કાનના કદી ન થાશે, થાશે તે પસ્તાશે, વૈરીને પણ મિત્ર કરીને, ચાલતા સુખ પાશે. કરશો પાપ કર્મને ત્યાગ,પ્રજાપર નિશદિન ધારો રાગ. ક્રોધમાન માયાને લોભે, દુષ્ટપ્રવૃત્તિ થાય, જેવી સંગત તેવી બુદ્ધિ, સમજ્યાથી સુખ પાય; કરે નહીં ક્યારે અત્યાચાર, તેથી ભ્રષ્ટ થશે નિર્ધાર. બ્રિટીશ રાજ્યતણ સહકારી, બ્રિટીશ ગુણને ધારે, ઉદાર મનના થિને વર્તો, રૈયત હિત સંભારે; પ્રજાના પ્રેમ વિના શું રાજ્ય, પ્રજાના પ્રેમ વિના શું કાજ.
For Private And Personal Use Only