________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૬ દરોની તંત્રતા,
સાદ ગામની પશ્ચિમ દિશાએ, મોટા સરવર પાસે, ખેતરમાં હરનું ટેળું, મળિયું બહુ વિશ્વાસ કીધી મનથી સારી વાત, બાહિર તેને છે સાક્ષાત્ ૧ હરણુએ મુજ સાથે જે જે, વાતે મનથી કીધી, ઉત્તર પ્રત્યુત્તર જે આપ્યા, તેની કરૂં પ્રસિદ્ધિ મનથી અંતર પ્રગટે વાત, બાહિર તેને છે સાક્ષાત્ - ૨ હરણ બેલ્યાં સ્વતંત્રતાથી, ફરવું ચરવું ભાવે, સ્વેચ્છાએ વર્તન સ્વરાજ્ય જ, સ્વતંત્રતા સહુહાવે “મનથી” ૩ તાબે અમને કરીને લેકે, ભલે ખૂબ ખવરાવે, તે પણ અમને ચિત્ત ન રચે, સ્વતંત્રતા જ્યાં જાવે; રૂડે વાયુ વગડે વાસ, મળતું વેચ્છાએ જ્યાં ઘાય. ૪ પ્રેમ ધરીને લેકે પાળે, અમને ત્યાં નહીં ફાવે, નિજ ટેળામાં રમત ગમતને, આનંદ લેશ ન આવે, ગમે નહિ પરબંધનમાં લેશ, અવસ્થા કેરીની બહુ કલેશ. ૫ સર્વજીને કમપ્રભુએ, ખાવાપીવા આપ્યું, મેઘ :વર્ષ તે સહુને માટે, નથી કેઈનું દાપું; અમારા કર્મ પ્રમાણે ન્યાય, ખાવું પીવું સઘળું થાય. ૬ ખેતરમાંહિ કર્મ પ્રમાણે, ભાગ અમારે ખાવો, કર્મપ્રભુને પુછે કે, નથી એકને દાવે; એ કર્મપ્રભુને ન્યાય, બૂર કરો નહીં અન્યાય ૭ સ્વતંત્રતા વણ ખાવું પીવું, તેથી મરવું સારું, પણું નહીં પરના તાબે થાવું, ઈશ્વર શિક્ષણ પ્યારું; આપ્યું પ્રભુએ એવું ભાન, મનથી કરીએ પ્રભુનું ગાન. ૮ ટોળુ બધી વનમાં ફરતાં, લખ્યું લલાટે ખાતાં, બીકણ પણ નિદોષી જીવન, પામીને હરખાતા; કરતા પાપ નહીં તલભાર, કરતાં વસ્પતિ આહાર. ૯
For Private And Personal Use Only