________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
દુર્જન શઠ ધૂર્તેથી ચેતી ચાલવું, જૂઠા જનને કરે નહીં વિશ્વાસ, અપ્રમાણિકની શ્રદ્ધા નહીં રાખીએ, શઠને દાબ પ્રતિયુક્તિથી ખાસ. પ્રિય. ૧૯ રકતને રેડ સ્વાસ્તિત્વાદિક કારણે, પ્રભુમાટે કરવામાં માને હર્ષજે; જેને માટે જીવન સઘળું આપવું, તેથી જન્મોમાં પામો ઉત્કર્ષજે. પ્રિય. ૨૦ કલિકાલમાં પ્રશસ્ય રાગને દ્વેષથી, સંઘ ચતુર્વિધ શક્તિ ઉન્નતિ કાજજે, સર્વકર્મ કરવામાં ધર્મો જાણવા, વધે જેહથી જૈનધર્મ સામ્રાજ્ય. પ્રિય. ૧ દેવગુરૂસંઘાદિકરક્ષાકારણે, કુટુંબ આદિ રક્ષણહેત કષાયજે; પ્રશસ્ય તે સહુ ધર્માદિક પ્રગતિ ભણી, અપવાદે તેમાંહી ધર્મ ગણાય. પ્રિય. દર શાસ્ત્રો શો દેશકાલ અનુસાર છે, બાહ્યાંતર જીવન, પ્રગતિ દાતારજો; અતિ દયાળુ અતિ સરલ શઠ આગળ, સાવધ થે વર્તતાં શાંતિ અપાર પ્રિય. ૬૩ સર્વ કલાઓની કેળવણી પામીએ, નરનારીની સર્વકલા જયકાર; સર્વ કલાએ શિખી શકિતયે વરે, કલાવંત માનવ જગમાં જયકાર. - પ્રિય. ૪ મનને વશ કરનારા દ્ધા જાણવા, મન જીત્યાથી છત્યે સહુ સંસાર; મનની જીત્યા જીતને હારાહાર છે, મન મરતાં મુક્તિ છે નિશ્ચય ધારજો. પ્રિય. ૬૫
For Private And Personal Use Only