________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે કાલે જે ક્ષેત્રે જે કરવું ઘટે, જે ભાવે તે કરવું એ છે ધર્મ જે, વર્તમાનથી વર્તે ભૂતને ભૂલીને, વર્તમાનમાં કરવાં સારાં કર્મ. પ્રિય. ૩૮ જ્ઞાન વિનાના અંધાં છે નર નારીયે, નરનારી બાલકને આપ જ્ઞાન, જ્ઞાન દાન સમ દાન ન બીજું શ્રેષ્ઠ છે, જ્ઞાનથકી બનતો આતમ ભગવાજે. પ્રિય. ૩૯ જ્ઞાનવિના કે અંધારામાં રહે, જ્ઞાન સદા છે જૈનધર્મ આધાર; જ્ઞાનવિના જીવ્યું નહીં જગમાં જાણવું, જ્ઞાન વિના દુઃખ પામે નરને નારજો. પ્રિય. ૪૦ મનથકી છે બંધન મુકિત જાણવી, આત્મદષ્ટિએ બંધ ન મુક્તિ હોય; મન એ સ્વર્ગ નરકને સહુ સંસાર છે, શુદ્ધાતમ છે શુદ્ધબુદ્ધ ઘટ જોય. પ્રિય. ૪૧ આમેપગે ધર્મ, જીને એક છે, મનોદષ્ટિએ અસંખ્યાત છે ધર્મજો, આત્મોપગે અભેદ સર્વે ધર્મ છે, મદષ્ટિએ ધર્મભેદનાં કર્મ. પ્રિય. ૪૨ મનોદષ્ટિથી બાહિરજીવન જાણવું, આત્મદષ્ટિથી આન્તર જીવન જાણજે, દાનશીયલ તપભાવ ધરીને વર્તવું, સર્વજીના રક્ષણ કરવા પ્રાણજે. પ્રિય. ૪૩ જીવદયાના સિદ્ધાંતને રક્ષવા, સ્વાશ્રય આત્માણ ધારી વ્યવહાર, ઉચ્ચ નીચને ભેદ ધરો નહિ ચિત્તમાં, પરમાર્થે મરતાં મુક્તિ નિર્ધાર પ્રિય. ૪૪
For Private And Personal Use Only