________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગથકી છે સેવાભક્તિ, ત્યાગથી નિર્બધ કર્મ, દાન દયા ને દમમાં ત્યાગ જ, ત્યાગી રહે છે શમેરે. આતમ ર૯ દેશ રાજ્ય ધર્માદિક ઉન્નતિ, શુદ્રકદાગ્રહત્યાગે; સાંકડી વૃત્તિ ને પ્રવૃત્તિ, ત્યાગે ઉન્નતિ જાગેરે. આતમ ૩૦ ત્યાગપણમાં યજ્ઞ સકલ છે, ત્યાગીને પ્રભુ પાસે, ત્યાગી તે મહાવીર બને છે, આતમના વિશ્વાસેરે. આતમ ૩૧ નામ રૂપાદિક મોહના ત્યાગે, કર્મો સ્વવશથી કરવાં; મુક્તિજનેના ઘટમાં પ્રગટે, પરમાર્થ જીવન ધરવારે. આતમ ૩ર પ્રકૃતિમાં હરવું ફરવું, પ્રકૃતિની રહી સાથે, સાત્વિક ત્યાગ ગ્રહીને જ્ઞાને, કર્મ કરે નિજ હાથેરે. આતમ૦ ૩૩ ત્યાગી પ્રથમ યા પોતે પૂરે, પછી બીજાને જોશે; કહેણી વિના રહેણમાં રહીને, પરતંત્રતાને શેરે. આતમ ૩૪ ગ્રહણ છે ત્યાગને ત્યાગ ગ્રહણ છે, સાપેક્ષાએ વિચારે પ્રકૃતિ આતમ ત્યાગ ગ્રહણ બે, બાહ્યાંતર અવધારે. આતમ ૩૫ ત્યાગી જન દાની છે પૂરે, શુદ્ધ પ્રેમી તે ત્યાગી; ત્યાગી તે જ્ઞાની છે પૂર, જ્ઞાની તે વૈરાગીરે, આતમ ૩૬ મિથ્યાચારવિચારના ત્યાગે, તરભ ત્યાગી થાવું; અનંત બ્રહ્મ મહાવીરમાં, વૃત્તિથી સમાવું રે. આતમ ૩૭ રાગને ત્યાગ છે મનની આધિ, બાહિર ત્યાગ ઉપાધિ ગ્રહણને ત્યાગ વિકલ્પ ન જ્યાં છે, ત્યાં છે રાજ સમાધિરે. આતમ ૩૮ ગ્રહણ ને ત્યાગની વૃત્તિ રહે ત્યાં, ત્યાગપણું ન સ્વભાવે; આપોઆપ સ્વભાવે રહેવું, પૂર્ણાનંદ સુહાવેરે. આતમ ૩૯ બાહિર આંતર ત્યાગ છે સહેજે, મનના મેહના ત્યાગે; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, પૂર્ણાનંદે જાગેરે. આતમ ૪૦ રાગ અને ત્યાગ મનની છે બાજી, ગ્રહણને ત્યાગ હરાજી; કરીને આતેમભાવે રાઇ, થા ત્યાગી ગુણ ગાજીરે, આતમ ૪૧
For Private And Personal Use Only