________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસદેશકાવ્યમાં સર્વવિશ્વ દેશીઓને અહિંસા, સંયમ, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, શુદ્ધપ્રેમ, ઐક્ય, આત્મશ્રદ્ધા, ભક્તિ કમ યોગ વગેરેનું વર્ણન કરી સંદેશ મોકલે છે અને તેમાં વ્યાપક દષ્ટિથી વિશ્વવર્તિ સર્વ લોકેની સહકારતા, એકતા અને એકાત્મભાવના વર્તનને બેધ આપવામાં આવ્યો છે. સર્વ દેશોએ પરસ્પર આત્મભાવથી વર્તવું એમજ જણાવ્યું છે. સર્વવિશ્વમાં રહેનારા મનુષ્યોને આત્મદષ્ટિથી દેખવા એ અમારે ધર્મ છે અને તેઓને સર્વ બાબતમાં શુભ ઉપદેશ આપ એ અમારી ધર્મગુરૂ તરીકેની ફરજ છે. મહને સર્વ વિશ્વ સ્વાત્મ સરખું સમભાવે ભાસે છે. હિંદમાં જન્મ થવાથી હિંદીઓને જાગ્રત સ્વતંત્ર શુદ્ધ કરવાને ઉપદેશ આપવો એ મારી પ્રથમ ફરજ છે. હિંદની
સ્વરાજ્યની સલામતીમાં જૈનધર્મ વગેરે ધર્મોની સલામતી છે. હિંદુ ધર્મહીન ન બને તે પહેલાં તેમાં જીવનશકિતનો શ્વાસોચ્છવાસ મૂકવાની ફરજ છે. હિંદમાંથી પુદગલ ગ્રહણ કરીને તે પુદગલથી હિંદનું ભલું કરવું એ મારી ફરજ છે. જ્ઞાનીઓએ જીવનમુક્ત દશામાં પણ શરીર વાણીવડે લેકેનું કલ્યાણ કરવું એવું પ્રભુનું સૂકત છે. તદનુસારે મહે હિંદ સ્વરાજ્ય સ્વતંત્રતા માટે ગીતે લખ્યાં એ એક કર્તવ્ય છે તેથી કંઈ વિશેષ કર્યું નથી. પાંચે ખંડના દેહધારીઓને સમાનતાથી દેખું છું. હિંદીઓને હિંદમાં પાકેલું અન્ન ન મળે, ભૂખ્યા મરે; વસ્ત્ર ન મળે, તેથી હિંદીઓને પેતાની ભૂમિના અન્ન માટે ઉપદેશ દે એ અમારી ફરજ છે. તેમજ અન્યખંડદેશ લેકેને જે હિંદીઓ પીડતા હોય તે તેઓને શિખામણ આપવી એ અમારી ફરજ છે. રાજ્ય વગેરેમાં અન્યાયે જૂલ્મ અનીતિ પક્ષપાત થતા હોય તે તે ટાળવા ઉપદેશ દે અને સર્વ મનુષ્યને સત્યને બોધ આપ તે સાધુનું ઓપશિક કર્તવ્ય છે. તે કર્તવ્યને બજાવવામાં પ્રમાદ થાય તે વિશ્વમાં ધમ જીવી શકે નહીં. બાહ્ય અને આત્મિક સ્વરાજ્યનું સ્વરૂપ કાવ્યમાં દર્શાવ્યું છે. મારી આધ્યત્મિક ભાષાએ હે આત્માને હિંદુસ્તાન, હિંદ
For Private And Personal Use Only