________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પ્રેમની છે ઉલટી-, આખે પ્રભુને નિરખવા; એ પ્રેમ પગલાં ઉલટાં, ખારા પ્રભુ પાસે જવા. નહિ ચામડીના રૂપમાં વા, સ્પર્શમાં પ્રભુજી મળે; લેહિયાળ મુખપર મહિયા, દુખાગ્નિમાં પડીને બળે. ૯ જે દેહમાટીમહિયા ને, ચામડાં ચૂંથે મળી; આત્મપ્રભુથી દૂર છે, ને દેહના દાસ વળી. ૧૦ પ્રભુપ્રેમ વણ પૃથ્વી અને, આકાશ શેધે બહુ ફરી તીર્થો નદીઓ સાગરે, શોધીને જાશે રે મરી. ૧૧ પણ પ્રેમ વણ શ્રદ્ધા વિના, આતમપ્રભુ નહિ જાણશે; જે પ્રેમ શ્રદ્ધા પૂર્ણ તે, પાસે પ્રભુ પહિચાનશે. ૧૨ મત પંથ કુંડાળાં કરી, વાડા ન કરશો માને; ખુલ્લા કર દિલદ્વારને, લેશે અનુભવ નવન. ૧૩ ગુરૂદેવના પ્રેમે બને, મસ્તે પ્રભુ દિલ ધશે; બુદ્ધચબ્ધિ વ્યાપક વિરની, ચિદરૂપ સત્તા ધશે. ૧૫
लालन
અમે લાલન બન્યા છે, પ્રભુ મહાવીરના નક્કી; અમે સારી ખરા ખાખી, ખુદા મહાવીર છે સાકી. ૧ શરીઅતથી ગયા આઘા, તરીકતના કર્યા વાઘા; હકીકતના થયા લાગા, રહ્યા નહીં દીલમાં ડાઘા મળી તાકાત મારફતની, રહી ના ભક્તિમાં બાકી. અમે, ૨ પ્રભુએ પ્રેમની પ્યાલી, અમારા હોઠે અડકાળી, ચઢી લાલી મઝા ભાળી, પ્રભુરૂપે રહે હાલી; નથી મગદૂર બીજાની, ઉતારે શીર શરવાહી. અમે. ૩
For Private And Personal Use Only