________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિના સમુદાયવાળું એક રાજ્ય તે આર્ય મહારાજ્ય છે, એવું પ્રાચીનકાળમાં રાજ્ય પ્રવર્તતું હતું તેની શાસ્ત્ર સાક્ષી પૂરે છે. હિંદવાસીઓની બાા પડતી અને બાહ્યપરતંત્રતા થવાનું કારણ જાતિભેદ કલેશ, ધર્મભેદયુદ્ધ, જન્મભૂમિદ્રોહ, ફાટફુટ, ઈર્ષ્યા, હેમ, અજ્ઞાન, દુર્વ્યસન, દુર્ગુણ અને વિચારચારમાં રહેલી જડવાદતા છે. ધમ ભેદે બૌદ્ધનાં, જેનોનાં અને હિંદુઓનાં યુદ્ધ થયાં. હિંદુઓનાં અને મુસલમાનનાં યુદ્ધ અને કુસંપ કલેશ તથા પરસ્પરને દેહ જ પડતીનું કારણ છે. હિંદમાં ચૈતન્યવાદ -આત્મવાદ છે પરંતુ આચારોમાં વિચારમાં મોહવાદ અર્થાત્ જડવાદની જડતાવૃદ્ધિ પામવાથી આત્મબળ ઘટતાં ઘટતાં ઘણું ઘટી ગયું તેથી હિંદ નબળું પડી ગયું તેથી હિંદીઓ શારીરિક માનશિક બળથી હીન થયા અને તેથી તેઓનું આધ્યાત્મિકમળ ઘણું ઘટી ગયું. તેથી અંગ્રેજોએ હિંદને યુક્તિ પ્રયુક્તિથી સ્વાયત કરી દીધું. હિંદુઓને અને મુસલમાનોને અંગ્રેજોએ સમજાવીને તથા કાયદાના બંધનથી સ્વવશ કર્યા. તેથી પૂર્વકાલીન શક્તિને પરતંત્રતા ચગે હાસ થયો. હવે બ્રિટીશ રાજ્ય શિક્ષણ પ્રતાપે અને દુઃખ દરિદ્રતાથી હિંદ જાગ્રતું થયું છે તે પોતાની સ્વતંત્રતા માટે મહાસભાઓ ભરે છે, અંગ્રેજોને વિનવે છે, બ્રિટીશને બને દેશપર એક સમાનભાવે રાજ્યસૂત્રો ચલાવવાને પ્રાથે છે. બ્રિટીશો પણ હળવે હળવે હિંદને સ્વરાજ્ય આપવાના વિચારોને અને તેવી પ્રવૃત્તિને અનુસરવા લાગ્યા છે. એટલે હવે હિંદ સ્વરાજ્યનું પ્રભાત તે થઈ ચુક્યું છે. હિંદ અન્ય દેશોના જેવું બાહ્ય સ્વરાજ્ય પ્રાપ્ત કરે અને જે આધ્યાત્મિક ધર્મ સ્વરાજ્યથી ભ્રષ્ટ થાય છે તેથી તે પુનઃ અધઃપતને પામે. બાહ્યસ્વરાજ્ય વિનાનું એકલું બાહ્યરાજ્ય લખું રસહીન અને શયતાનના કબજાનું જાણવું. હિંદમાં આધ્યાત્મજ્ઞાન જેવું છે તેવું અન્ય દેશમાં નથી. હિંદમાંથી જે અધ્યાત્મજ્ઞાન ટળી જાય તે હિંદનો આત્મા ટળી જાય અને પશ્ચાત્ હિંદનું બાહ્ય બેખું રહે એવું ઈચ્છવા ગ્ય નથી. અધ્યાત્મજ્ઞાનથી સર્વ
For Private And Personal Use Only