________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
દક્ષિ,
બ્રાહ્મણ તેહ ગણાતારે, જૂઠમાં નહિ તણાતારે બારસાન પામ્યા તે બ્રાહ્મણ, બીજીવાર જે જાયા; આત્મજ્ઞાનથી પુનઃ જનમીયા, દ્વિજ ઉપાધિ પાયા. બ્રાહ્મણ. ૧ સર્વ દેશમાં સર્વ કામમાં, બ્રહ્મજ્ઞાન ફેલાવે; ઉચ્ચ નીચને મેહ ધરે નહીં, સામ્યોદધિ રેલાવે. બ્રાહ્મણ ૨ સર્વ ધર્મની ચડતી કરતા, જૂઠા સ્વાર્થ નિવારે;
સ્વાર્થ સત્યની ઘાત કરે નહીં, મમતાને સહારે. બ્રાહ્મણ ૩ દેહને બ્રાહ્મણ કદિ ન માને, મનને પણ નહીં માને, આત્મરૂપને બ્રાહ્મણ જાણે, દયાધર્મ પ્રમાણે બ્રાહ્મણ ૪ વ્યવહારે બ્રાહ્મણ તે જાણે, નિજ ગુણ કર્મ વર્તે, ઉદાર આશય પવિત્ર વર્તન, છોડે નહિ ગુણ શર્તે. બ્રાહ્મણ ૫ બ્રહ્મરાજ્ય પ્રગટયું જેનામાં, આતમ બ્રાહ્મણ જાણે; મેહને મારે ક્ષત્રિય સાચે, ગુણથી વૈશ્ય પ્રમાણે. બ્રાહ્મણ ૬ આત્મજ્ઞાન પામીને સેવા, કરતાં શુ વિચારે; લિંગાચાર ન ખપમાં આવે, આત્મજ્ઞાન ઘટ ધારે બ્રાહ્મણ ૭ આત્મજ્ઞાન પામી ગુણ કમેં, વર્તે સત્ય વિવેકે, આત્મસમાં સહુ કો દેખે, વર્તે સત્યની ટેકે. બ્રાહ્મણ ૮ જૂઠા વાદવિવાદ ન કરતા, રજસ તમન્ ગુણ વારે; સાતિવક કમ સત્ય વિચારે, શેભે સત્યાચારે. બ્રાહ્મણ. ૯ સર્વ પ્રજાને શિક્ષણ આપે, જીવે શિક્ષણ ધર્મ, ધનનો લાભ ધરે નહીં મનમાં, જીવ ન બીજા કર્મે. બ્રાહ્મણ ૧૦ દેશકાલને પૂર્ણ વિચારક, જગમાં જ્ઞાન પ્રચારે; જગમાં જીવંતાં સહુ શાસ્ત્રો, જાણે સત્યને ધારે. બ્રાહ્મણ. ૧૧ પરબ્રહ્મ મહાવીર પ્રભુના, ભક્ત ગુણેના રાગી; સર્વ ધર્મમાં સત્યને દેખે, દુર્ગુણ વ્યસનના ત્યાગી. બ્રાહ્મણ. ૧૨
For Private And Personal Use Only