________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
ब्राह्मण
બ્રાહ્મણ તેહ કથાતારે, ભ્રમમાં પડી ન જાતારે; બ્રહ્મને જાણે તે છે બ્રાહ્મણ, બ્રહ્મચર્ય ગુણધારી; પ્રાણ પડે પણ બેલે સાચું, હેય નહિ વ્યભિચારી. બ્રાહ્મણ. ૧ ભણે ભણવે સહુ વિદ્યાઓ; ભિક્ષાવ્રતથી જીવે; ક્ષત્રિય વૈશ્યના કરે ન ધંધા, પાણી ગાળી પીવે. બ્રાહ્મણ. ૨ જન્મથકી બ્રાહ્મણ નહિ કેઈ, જન્મથકી નહિ જાતિ, બ્રાહ્મણનાં ગુણ કર્મો જેમાં, તે બ્રાહ્મણ પ્રખ્યાતિ, બ્રાહ્મણ ૩ ક્ષમા દયા સંતેષ મહાશય, સરલ તપસ્વી યોગી; નિરહંકારી સામ્યદષ્ટિને, આસકિત વણ ભેગી. બ્રાહ્મણ ૪ દગા પ્રપંચે પાખંડ ત્યાગે, સત્ય તે મારું જાણે આત્મસમર્પણ યજ્ઞ કરે જે, જૂઠો પક્ષ ન તાણે. બ્રાહ્મણ ૫ ઈર્ષા લેભને નિંદા ત્યાગી, ત્યાગીને બહુ રાગી; ભકતેને જે નહિ ભરમાવે, અંતરમાં વિરાગી. બ્રાહ્મણ ૬ કરે ન ચેરી કરે ન હિંસા. કરે ન નોકરી ક્યારેક જૂઠાં સ્વાથી શાસ્ત્ર રચે નહીં, પંખી પશુ નહીં મારે. બ્રાહ્મણ ૭ દારૂ ન પીવે કેફ કરે નહીં, માંસ કદાપિ ન ખાવે; ઈશ્વરની શ્રદ્ધા મન રાખે, ઉમાર્ગે નહિ જાવે. બ્રાહ્મણ ૮ અન્યાયને કરે ન કયારે, જૂઠી સાક્ષી ન પૂરે; ગુરૂ આદિને દ્રોહ કરે નહિ, દુર્ગુણથી રહે હરે. બ્રાહ્મણ. ૯ અન્ય ધર્મની કરે ન નિન્દા, કપટ કલાને ત્યાગી, અન્યાયે કદિ પેટ ભરે નહીં, ગુણ કર્મ સેભાગી. બ્રાહ્મણ ૧૦ દુષ્ટાચાર અને દુષ્કર્મો, તેને દૂર નિવારે પરમાથી સત્ કૃત્ય કરતો; પવિત્ર જીવન ગાળે. બ્રાહ્મણ. ૧૧ સર્વ ખંડમાં બ્રાહ્મણ એવા, ગુણ કર્મોથી જાણો; બુદ્ધિસાગર આતમજ્ઞાની, જાણ પૂજે માને. બ્રાહ્મણ. ૧૨
For Private And Personal Use Only