________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
મેહ ટળે જેથી તે તીર્થ જ, આતમગુણ પર્યા; મૈત્રી આદિ ભાવનાતીર્થ જ વતનપજપ સમુદા. તરીએ ર૭ પરમાનંદની પ્રાપ્તિ તીર્થ જક્ષમા દયા દમ માને; તનું વાચન છે તીર્થજ, શ્રવણ મનન ગુદાને, તરીએ ૨૮ સત્યને જાણે સત્યને વદવું, સત્ય કર્મને કરવું; સત્ય તીર્થની યાત્રા મોટી, પ્રમાણિક થે ફરવું. તરીએ ર૯ દોષ યાગી સગુણ લેવા, નિન્દા પરની ત્યજવી, દુર્જનવૃત્તિ ટાળવી યાત્રા, સજનવૃત્તિ ભજવી. તરીએ ૩૦ ઉપકારીને પૂજ્ય ગણીને, સહાય સેવા કરવી; અપકારી ઉપર ઉપકારે, કરવા સમતા વરવી. તરીએ ૩૧ જેમાં શકિત પ્રગટે, એવા કર્મો કરવા, ચાત્રાઓ પગલે પગલે છે, સારાં પગલાં ભરવાં. તરીએ ૩૨ ધાર્મિક મતમતાંતર ઝઘડા, ત્યજવા યાત્રા સાચી; સર્વજીમાં મહાવીર જવાનું રહેશે જગ સહુ રાજી. તરીએ ૩૩ ગુરૂભકતને પગલે પગલે, તીર્થભજન ફલ થાતું, આસ્રવ પણ સંવરરૂપે થે, અનુકુલ ચૅ પ્રણમાતું. તરીએ ૩૪ બ્રહ્મચર્યનું ધારણતીર્થજ, ગ્રહી ત્યાગવત જાણો, સમયોચિત કર્તવ્ય કરવાં, સ્વાધિકાર પ્રમાણે. તરીએ ૩૫ ભકિત ઉપાસન જ્ઞાનકર્મનું, આરાધન યાત્રાઓ, જ્ઞાનાદિક સર્વે શકિત, પ્રેમથકી પ્રગટાઓ. તરીએ ૩૬ ઉચચનીચને ભેદ ગણ્યાવણ, સર્વે લેક સુધારે; જ્ઞાનાદિક કેળવણ જગમાં, જ્યાં ત્યાં બહુ પ્રચારે. તરીએ ૩૭ શુદ્ધપ્રેમથી સર્વ જીવોને, આતમ સરીખા પર; ધર્મ કર્મના જૂઠા ભેદે, ટાળી મનમાં હરખે. તરીએ ૩૮ અભેદભાવે સર્વ લેકને, જાણી ધર્મને ધારે આત્માના સહુ ધર્મે જાણી, વતી જન્મ સુધારે. તરીએ ૩૯ જે જે તીર્થો ગુણપ્રદાતા, તે સેવે નર નારી; બુદ્ધિસાગર ધાર્મિકતીર્થો, ફળતાં બહુ ઉપકારી. તરીએ ૪૦
-
For Private And Personal Use Only