________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
તમે રજોગુણી સેનાને ત્યજીને, સાત્વિક નાનને કરવું; અભેદજ્ઞાને ધ્યાન સમાધિ; લહી મુકિતપદ વરવું–જેથી. ર૭ સંત જનની સંગતિ સ્નાન જ. ગુરૂઉપદેશે ન્હાવું; ગુરૂ આજ્ઞાએ કાર્યો કરવાં, ગુરૂ આજ્ઞાએ ખાવું–જેથી. ૨૮ સંત ચરણ દલીથી નહાવું, ગોરજથી શુભ હાવું; પ્રભુ ગુણ ગાવા એ છે સ્નાન જ, ગુરૂ કહે ત્યાં જાવું.-જેથી. ૨૯ ગુરૂની સેવાભકિત સ્નાન જ, ગુરૂની શ્રદ્ધા પ્રીતિ; ગુરૂ કૃપામાં સર્વ તીર્થને, સત્યના પ્રતીતિ –જેથી. ૩૦ જૈન ધર્મની શ્રદ્ધા પ્રીતિ. રનાન મઝાનું સુવાયુ; શ્વાસેરસે મહાવીર જપતાં, વહેશે સર્વે આયુ–જેથી. ૩૧ મહાવીર જાપ સમું નહીં રખાન જ, મન શુદ્ધિ કરનારું; પરાપાર જ પામે આતમ, સૂક્ષ્મ ધર્મ ધરનારું–જેથી. ૩૨ મહાદિ મલને હરનારું, ભાવસ્નાન તે જાણે, ભાવરનાનમાં નિમિત્તે જે તે, દ્રવ્ય નાન પ્રમાણે–જેથી. ૩૩ ઉપશમ ક્ષયે પશમને ક્ષાયિક, ભાવ સ્નાન સવાયું. આત્મશુદ્ધ સ્વરૂપી થાવ, જ્ઞાની મનમાં ભાવ્યું–જેથી. ૩૪ આવશ્યક ષડુ કરવાં ભાવે, કર્મમલે હરનારા; પશ્ચાત્તાપથી આતશુદ્ધિ, નરનારી કરનારાં –જેથી. ૩૫ પશ્ચાત્તાપ ક્ષમાથી ન્હાવું, સંતજનોને પ્યારું; જે કાલે જે કરવું ઘટે તે, કરવું દુઃખ હરનારું–જેથી. ૩૬ દ્રવ્ય કર્મને ભાવ કર્મ રજ, જે છે ખેરવનારૂં આત્મરમણતા તે છે સ્નાન જ, ગુણે પ્રકટ કરનારું–જેથી. ૩૭ અશુદ્ધબુદ્ધિ જેથી નાસે, શુદ્ધબુદ્ધિ પ્રગટાવે; સ્નાન તે એવી રહેણી કહેણું, તપ સંયમ ગુણ દાવે–જેથી. ૩૮ સમકિતવને છે સવળાં, સહુ નાને ઉપયોગી સર્વ કર્મમાં નિર્લેપી જન, નાનવંત ગુણ મેગી.-જેથી ૩૯ અજ્ઞાની મિથ્યાત્વીઓને, થાય સ્નાન જે અવળાં; સમકિતવંતાજીને તે, પરીણમે છે સવળાં–જેથી. ૪૦
For Private And Personal Use Only