________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
શુભાશુભવૃત્તિ પ રસમાં, વરસ ભેજન કરતાં; સામ્યભાવનું સ્નાન કરીને, ચઢીએ જ્યતિ જોતાં–જેથી. ૧૩ પ્રભુ ભક્તિમાં જીભ વાપરવી, ગુરૂગુણગાવામાટે જીવ્હાથી ઉપદેશ દેવા, તથા ધર્મની વાતે–જેથી. ૧૪ ભાષા સમિતિ સ્નાન મઝાનું, વચન ગુપ્તિ ગુણકારી; અસત્ય સાવદ્ય મલને હરવા, વચ: સ્નાન સુખકારી.–જેથી. ૧૫ અસત્ય પાપ વિચારે તજવા, સદ્દગુણ સર્વે ભરવા શુદ્ધ હૃદય તે હૃદય સ્નાન છે, વીર પ્રભુપદ વરવાજેથી. ૧૬ શુભાશુભવૃત્તિ પરિહરવી, મન: સ્નાન આદરવું; સ્વતંત્ર સત્ય દયાદમદાને, આત્મ ધ્યાનને ધરવું–જેથી. ૧૭ ઉપકાર કરવા બે પગને, વાપરવા શુભ ભાવે; દેવગુરૂ સેવા આદિમાં, વાપરવા શુભ દાવે–જેથી. ૧૮ તીર્થ સ્નાન એવાં કરવામાં, પાદસ્નાન પ્રમાણે; અશુભમાં પગ નહિ વાપરવા, વિવેક મનમાં આણે.–જેથી. ૧૯ અધમ્ય કામથી દૂર રહેવું, ઉપ સ્નાનવિચારે; દેહવીર્યની રક્ષા કરવી, સર્વસનાનાધારે-જેથી. ૨૦ પવિત્ર વર્તન નીતિ રીતિ, ઉત્તમ સ્નાન એ જાણે; દુષ્ટાચારને દુર્ગણ હરવા, નિશ્ચય સ્નાન પ્રમાણે–જેથી. ૨૧ કાય સ્નાનથી કાયની શુદ્ધિ, પણ નહીં પાપે જાવે; હદયસ્નાનથી પાપિ જાવે, પ્રભુ વિશ્વાસ પ્રભાવે–જેથી, રર દ્રવ્ય ભાવ તીર્થોમાં ન્હાતા, સર્વ જાતિના સ્નાને; તેવા જન ભક્તો છે પૂરા, રહેતા આનંદતાને–જેથી. ૨૩ ગંગાદિક નદી જલનાં તીર્થો, બાહ્ય તીર્થ સહ સમજે, દેહને વાચા મન છે તીર્થો, આત્મતીર્થમાં રમ–જેથી. ૨૪ આત્મતીર્થમાં સ્નાન કર્યાથી, સકલ કર્મ ઝટ નાસે, આત્મજ્ઞાન સમું નહિ સ્નાન જ, સર્વ તીર્થ પ્રકાશે–જેથી. ૨૫ સમતા ગંગા ઘટમાં વહેતી, તેમાં સ્નાન જે કરતા મનના સર્વવિપે છડી, જીવન્મુક્તિપદ વરતા,–જેથી. ૨૬
For Private And Personal Use Only