________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
स्वदेश.
( સંતો સત બતલાનારે મેંને મુજે ન જાના આ રાગ. ) સંતે સ્વદેશ પ્યારે, તેમાં પ્રેમે હાલે રે, સ્વદેશ આતમ અસંખ્યપ્રદેશી, અનંત ગુણ આધારરે; અનંત જ્યોતિ ઝળહળતી જ્યાં, અનુભવ આંખે ભાળે. સંતે. ૧ આધિ વ્યાધિ નહીં ઉપાધિ, જન્મ મૃત્યુ નહીં કયારે, મેહ મારીને મરજીવા થે, સંત સ્વદેશ પધારે. સંતે. ર સત્વ રજસ તમથી તે ન્યારે, અવિનાશી અકલંકી, પ્રતિપ્રદેશે અનંત આનંદ, નવીન રસથી રંગી. સંતે. ૩ કેવલ જ્ઞાનને ભાનુ સદા જ્યાં, અનંત તિ પ્રકાશેરે, કેવલ દર્શન શશી સદા જ્યાં, ગગને પૂર્ણ વિકાસે. સંતે. ૪ જડવાદી હી લોકોને, સ્વદેશ નહીં સમજાત રે; બાહિર દ્રષ્ટિ ભૂલેલાને, છતી આંખે ન જણાતે. સંતે. ૫ જડ દેશમાં મેહિલાઓ, પરદેશી કહેવાતા, પરદેશીઓ સર્વ ગુલામ, મરી મરી દુઃખ પાતા. સંતે. ૬ સત્વ રજને તમઃપ્રદેશ, પ્રકૃતિથી બનેલારે, તેમાં મમતા માયા ગે, બન્યા જીવ સહુ ઘહેલા. સંતે. ૭ પરદેશમાં જન્મ જરાને, મૃત્યુથી અવતારરે, આધિ વ્યાધિ ઘણી ઉપાધિ, અનંત દુઃખના ભારા. સંતે. ૮ પરદેશમાં ખુના મરકી, મેહે કાપંકાપારે; નામ રૂપના મેહ નિશામાં, અનેક દુ:ખ બળાપા સંતે. ૯ ઈન્દ્રિને મનના તાબે, જીવે તે પરદેશી, જડમાં સુખની ભ્રાંતિ યાવત્, તાવત્ લકે કલેશી. સંતે. ૧૦ વિષયેના આધીન જે લેકે, પરાધીન અનારે; બ્રહ્મરૂપને સ્વદેશ જેઓ, માને તેહ સાથે. સંતે. ૧૧ દેહાધ્યાસ ટળે નહીં યાવત્, તાવત્ નહીં સ્વદેશીરે; સ્વદેશમાંહિ પિતે રાજા. જેશો માંહી પ્રવેશી. સંતે. ૧૨
૧૨
.૨;
For Private And Personal Use Only