________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગણ વૃત્તિ છે રાક્ષસ, ધર્મગુણે છે દેવરે; પ્રગટ કરીને સદ્દગુણ સર્વે, દેવને રસ્તે લે. સને. ૧૯ ધર્મનાશ કરનારા રાક્ષસ, દેવો ધર્મને રક્ષેરે; અધર્મમાં રાક્ષસ છે રંગી, દેવ આતમ લક્ષ્ય. સંતે. ૨૦ ઉદાર આશય સદાચારથી, દેવે શુભ વ્યવહારીરે, બૂરા આશય દુરાચારથી, રાક્ષસ જગ અવતારી. સંતે. ૨૧ પાપી લેફ્સાવાળા રાક્ષસ, દેહચામરસરસિયારે, શુભ લેશ્યાવાળા છે દે, ચિદાનંદ ઉલ્લસિયા. સંતે. ર૨ રાગ દ્વેષાદિક છે રાક્ષસ, પ્રકૃતિના જાયારે; મન છે રાક્ષસ મેહ ભરેલું. તેના જગ પડછાયા. સં. ૨૩ દુષ્ટ કામ રાક્ષસની સંગે, પળ પણ સુખ નહિ શાંતિરે; જડમાં મુઝે છ ભારે, દેવને નહિ બ્રાન્તિ. સંતે. ૨૪ આતમ દેવને મેહ તે રાક્ષસ, બેનાં લક્ષણ જાણે રે; બેના તાબે રહે છે મનડું, ગુણ અવગુણ પ્રમાણે સંત. ૨૫ આતમ તાબે મન તે સ્વર્ગને, મુક્તિ દેવતા થાવુંરે, મેહના તાબે મન તે નર્ક જ, સમજુને સમજાવું. સંતે. ૨૬ મન કુરૂક્ષેત્રજ દેવ પાંડવ, રાક્ષસ કરવ લડતારે; કરવને સંહારી પાંડવ, આત્મરાજ્યને વરતા. સંતે. ૨૭ આતમ રામને મેહ તે રાવણ, બને મનમાં લડતારે, રાવણને સંહારી રામ જ, સમતા સીતા વરતા. સં. ૨૮ મેહ દૈત્યને જીતે તે જિન, આત્મવીર જયકારી રે; મેહ જીતવા જે અભ્યાસ, જૈને તે નરનારી. સંતે ૨૯ દેવને રાક્ષસભેદ વિચારી, આત્મગુણેને વરશે રે, બુદ્ધિસાગર પ્રભુ મહાવીર, આવિર્ભાવને ધરશે. સંતે. ૩૦
For Private And Personal Use Only