________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રિટીશરાજ્ય રાખવું હોય તે તેઓએ હિંદ અને બ્રિટનને સમાનપણે દેખવાં જોઈએ અને સર્વબાબતમાં સમાનતાથી વર્તવું જોઈએ. કાળા અને ગોરાને ભેદ ન રાખવું જોઈએ. ઈંગ્લાંડના અને હિંદના એક સરખા કાયદા ઘડાવવા જોઈએ અને બને દેશોએ એકાત્મા જૈને વર્તવું જોઈએ. હિંદમાંથી અને બ્રિટનમાંથી દારૂને વ્યાપાર દૂર કરવો જોઈએ. અને દેશને એક રાજા હોય અને બનેના હક્ક સમાન હોય તે બ્રિટનને પ્રેમ હિંદ સદા જાળવી શકે અને તેને ઉપયોગી થૈ પડે એ નિઃશંક છે અને તેથી અન્ય રાને પણ આદર્શરૂપ તે થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. બ્રિટીશેને હિંદમાંથી ઘણું શિખવાનું છે, અને હિંદીઓને બ્રિટી શેમાંથી ઘણું શિખવાનું છે. પરસ્પર એક બીજાને પિતાના આત્મરૂપે ચાહવા જોઈએ. હિંદીઓ અંતરના હાલથી બ્રિટીશને ચાહે એવી રીતે બ્રિટીશાએ વર્તવું જોઈએ અને હિંદને એક અંશ માત્ર પણ અન્યાય ન કરે એઈએ. હિંદની ચઢતીમાં બ્રિટીશની ચડતી છે. હિંદીઓએ સ્વરાજ્યોગ્યગુણ મેળવવા જોઈએ. ગુણ વિના કેઈનું પણ રાજ્ય કર્યું નથી અને ટકવાનું નથી. અન્ય પ્રજાઓને જે પોતાની કરી શકે છે તે અન્ય પ્રજાઓ પર રાજ્ય કરી શકે છે. હિંદને ગુલામ–પરતંત્ર રાખીને કેઈ અન્ય ખંડની પ્રજા ખરેખર હિંદ પ્રજાને પ્રેમ મેળવી શકે નહીં. અન્ય દેશને ગુલામ પરતંત્ર બનાવીને તથા અન્યાય જુલ્મ કરીને કેઈ દેશ તેને પ્રેમ મિત્રભાવ મેળવી શકે નહીં.
હિંદીઓએ બ્રિટીશેને ઉપકાર માન જોઈએ. કારણ કે તેઓના રાજ્યારેબારથી હિંદનું ઐય થવાને પ્રસંગ પ્રાપ્ત થયો છે. હિંદ કદાપિ યદિ પૂર્ણ સ્વતંત્ર થાય તે પણ તેને બ્રિટીશેની મિત્રી ન ભૂલવી જોઈએ. હિંદ અધ્યાત્મજ્ઞાની દેશ છે તેણે બ્રિટનની સાથે તેમજ સવવિશ્વદેશો સાથે આધ્યાત્મિક સહકાર સર્વદા ધારણ કરે એમાંજ તેની મહત્તા છે. કદાપિ બ્રિટીશ રાજ્યના નેતાઓ ભેદભાવ ધારણ કરીને અન્યાય દુષ્ટ વાર્થ મેહના વશ થે હિંદને પરતંત્ર રાખવાની યુક્તિના
For Private And Personal Use Only