________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનીને નહીં છૂટે ભેગ, પૂર્વ કર્મ એવા સંગ; ભેગ ઉપર નહિ રાગને દ્વેષ, અબંધ આતમ વર્તે બેશ. પ૬ મન ઈન્દ્રિમાં સાથી થાય, આતમ આત્મવિષે વર્તાય; સર્વ કરે પણ આતમ લક્ષ, આત્માનંદ વર્તે પ્રત્યક્ષ. ૫૭ આતમ અનંત શક્તિધામ, ઉપયોગે તે નિષ્કામ, ત્યાં આગળ શું મેહનું જોર, જ્ઞાની દિલમાં વર્તે એર. ૫૮ કર્મ કરે પણ કર્મ ન હોય, ભેગી પણ ભેગી નહિ જોય, જ્ઞાની જડથી નહિ બંધાય, રવિ આગળ તમ રહે ને ક્યાંય ૫૯ જ્ઞાની સહ કરવા સ્વાધીન, વિપત્તિમાં થાય ન દીન; જ્ઞાની આગળ જડ શું? કર્મ, સમર્થ હવે સમજે મર્મ. ૬૦ સમકિતવંતા નરને નાર, અપુનરુબંધક નિધોર; અહિના દંતમાં વિષ ન હોય, ઝેર ચઢે નહિ દંશે જોય. ૬૧ આસક્તિનું રહે ન ઝેર, જ્ઞાનીને વર્તે છે હેર; સર્વ કરે પણ સર્વમાં નાંહ્ય, જ્ઞાની દષ્ટિ આતમમાંદ. ૬૨ વર્ણ ધર્મનાં કરતે કર્મ, લપાતો નહિ જ્ઞાનનું મર્મ સ્વાધિકાર વતે સેય, કર્મ કરે પણ અકર્મ હાય. ૨૩ કર્મ કરે હિત માટે થાય, મન સવળું જ્યાં ત્યાં વર્તાય; જ્ઞાનીને સહુ સારા હેત, દુઃખ વિપાકે ઉન્નતિ દેત. ૬૪ કર્મ પ્રકૃતિ સવળી થાય, અંતરમાં સાચું પ્રણમાય, આહિર અવળી પ્રકૃતિ ભાગ, તેપણું અંતર હોય અયોગ. ૬૫ કમ પ્રકૃતિ કરતી હાય, ઉર્વ ચઢતાં પાત ન થાય; પાછા પડને આગળ જાય, બની એક સિદ્ધિ પાય. દ૬ આતમજ્ઞાની જગ વર્તત, તે પણ કયાંયે નહિ ફસંત, સમ્યગજ્ઞાની શ્રેણિકરાય, તુજને સમ્યગું સઘળું થાય. ૬૭ આસવ પણ સંવર જાય, જ્ઞાનીને સવળું પ્રણમાય; જ્ઞાનીની છે એવી શક્તિ, મનમાં પ્રગટે નહીં આસક્તિ. ૬૮ મિથ્યાશાસ્ત્રો જે જે હાય, સમ્યગજ્ઞાને સવળાં જોય. મિથ્યાત્વીને સાચા ગ્રંથ, પણ મિથ્યાત્વપણે પ્રણમંત. ૬૯
For Private And Personal Use Only