________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
૧૫
અજ્ઞાને સાચું ન જણાય, મેહે ભૂલ્યા જીવ તણાય; અજ્ઞાની નહિ દેખે દેવ, ટાળે નહિ મનમેહની ટેવ. ૧૪ માટે શ્રેણિક રાજન !જ્ઞાન, પામી આતમ ધર્મને માન; આત્મજ્ઞાનથી નાસે ભ્રાન્તિ, નિરૂપાધિક વર્તે સુખ શાંતિ. જડમાં મમતા લેશ ન રાખ, મુખથી સાચું નિશદિન ભાખ; જડના મેહે કદિ ન મુંઝ, તેથી પડશે આતમ સૂઝ. ૧૬ ક્ષણિક પુગલ સહુ પર્યાય, પોતાના નહિ કયારે થાય; પુદગલ મમતા દૂર નિવાર, જડમાં ભેગની બુદ્ધિ વાર. ૧૭ ન્યારે રહી વ્યવહારે ચાલ, નિર્લેપે આતમમાં હાલ; આતમમાં છે સાચે ધર્મ, નિર્લેપી ચૅ કરવાં કર્મ. ૧૮ જડપર્યાયામાં નહિ ભૂલ, તેન ધનસત્તાથી નહિ ફૂલ, આત્મવિના નહિ જડથી શાંતિ, છેડી દેમિથ્યા સહુ ભ્રાંતિ ૧૯ સ્વજન સંબંધી સહ પરિવાર, આખે દેખે જે નરનાર; પર્યાયે તે સહુ બદલાય, તેમાં જ્ઞાની મેહ ન પાય. ૨૦ ચેત ચેત શ્રેણિક ! ઝટ દેત, કાલ ઝપાટા શિરપર દેત; આત્માને મહાકાલ ન ખાય, આતમમાં રમતાં સુખ થાય. ૨૧ આતમ તે પરમાતમ જિન, માન નહીં પિતાને દીન; આતમ ત્રણભુવન સુલ્તાન, દિલમાં દેખાને ભગવાન . રાગદ્વેષ ટળ્યાથી બુદ્ધ, આતમ થાવે સાચો શુદ્ધ આત્મા વણ બીજો તું નહીં, પ્રેમે એવું માને સહી. ૨૩ રાગદ્વેષ ટળે છે જેમ, આત્મબેધ પ્રગટે છે તેમ, આત્મરૂપમાં વર્તે ક્ષેમ, સર્વજીવાપર પ્રગટે રહેમ. ૨૪ જે અંશે ટળતા જ કષાય, તે અંગે પ્રગટે સમતા ય; પ્રકૃતિ ટળતાં સર્વ, આતમ પોતે છે અપવર્ગ. ૨૫ પ્રગટે જે અંશે સમભાવ, તે અંશે છે ઉપશમ ભાવ; સર્વકર્મને ક્ષાયિકભાવ, થાતાં મુક્તિ બને બનાવ. ૨૬ બાહ્યદષ્ટિએ કર્મો હેય, આત્મદ્રષ્ટિએ આતમ જોય; આત્મદષ્ટિથી હાય ન કર્મ, આત્મદ્રષ્ટિથી આતમ ધર્મ. ૨૭
For Private And Personal Use Only