________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાશ્રયધારી કર પ્રયાસ, આતમને ધર વિશ્વાસ ઈશ્વર પોતે હનુમાં વાસ, આત્માનંદે પૂર્ણ વિલાસ. ર૭૪ મન બુદ્ધિના ફેર અનંત, તેને કદિ ન આવે અંત, જીવે જીવ મનબુદ્ધિ ભેદ, તેથી આતમ જૂદે વેદ. ર૭૫ મનબુદ્ધિના મત છે ક્રોડ, મળે ન માહમાંહે જોડ; આતમ સન્મુખ મનને બુદ્ધિ, થાતાં થાતી આતમ શુદ્ધિ. ૨૭૬ આતમમાં આતમ રંગાય, ત્યારે મનબુદ્ધિ જ વિલાય; મત પંથ કલેશાદિક નાશ, થાવે આત્માનંદ પ્રકાશ. ર૭૭ આતમ આતમરૂપે થાય, કર્માદિક સહુ ફરે થાય; ત્રણ્ય ગુણની પ્રકૃતિપાર, સિદ્ધ બુદ્ધ આતમ અવધાર. ૨૭૮
જીવક રાજન!! આતમજ્ઞાન, કર પોતાનું પતે ધ્યાન, પિતાને પિતે તું તાર, સફલ કરીલે નર અવતાર. ર૯ દુષ્ટ પ્રમાદે દરે ટાળ, આતમમાંહી મનને વાળ; મન છૂટું રાખે સંસાર, મન મારે મુક્તિ નિર્ધાર. ૨૮૦ થાવત્ રાગદ્વેષ વિચાર, તાવત્ મનને હાય પ્રચાર આત્મરૂપમાં પ્રેમ લગાવ, આતમ શક્તિ સર્વ જગાવ. ૨૮૧ સત્ય ભાવના પ્રેમે ભાવ, મનમાં સારા ભાવ લાવ, કર્મતણું ઉપચારે સર્વ, તેમાં કર નહિ મિથ્યા ગર્વ. ૨૮૨ કર્મતણું સહુ કર્મને આપ, આતમનું આતમમાં વ્યાપક ઉપશમાદિ ભાવે જાગ, આતમમાં ધારણ કરી રાગ; ૨૮૩ આત્મશક્તિથી જીવક જીવ, મનમાં મુઝી થા નહિ કલીબ; ચિદાનંદ પિતે તે તું દેવ, ત્યજી દે મિથ્યાભ્રાંતિ ટેવ. ૨૮૪ સર્વજીમાં ક ભેદ, સર્વ ને કર્મે ખેદ ધર્મ ભેદ પણ ક થાય, કર્માતીત જ્ઞાની હૈ જાય. ૨૮૫ પ્રકૃતિ આધીન સંસાર, કાલ અનાદિ અનંત ધાર; પ્રકૃતિ ભજવે નિજ ભાવ, કર્મ ન ચૂક નિજને દાવ. ૨૮૬ પ્રકૃતિની શક્તિ સાથ, આતમ થાવે જગને નાથ; પ્રકૃતિ શુભ ઉન્નતિ હેત, અવલબે જ્ઞાની સંકેત. ૨૮૭
For Private And Personal Use Only