________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
સ્વતંત્ર માને પણ તે વસ્તુત: વ્યસનાના ગુલામે છે. દુર્ગુણાના તાએ જે રહે છે તેએ વસ્તુતઃ ગુલામે છે. ક્રોધ માન માયા લેાલવાસના કામદ્રોહ ઇર્ષ્યા વગેરે દાષા જેઆના પર રાજ્ય કરે છે તેવા દાસેાને સ્વતંત્રતા સ્વરાજ્યનું સ્વપ્ત છે.
જેઆને પ્રેમ, સ્વ ઘર, કુટુંબ જાતિ, કામ દેશધર્મ રાજ્ય, વિશ્વ ખંડમાં અનુક્રમે વ્યાપક થયા છે અને સર્વ વિશ્વ જેઆને પેાતાના સમાન ભાસે છે તે આંતરરાજ્ય પ્રાપ્ત કરે છે અને બાહ્યરાજ્ય પ્રાપ્ત કરવાને લાયક બને છે. સર્વવિશ્વમનુષ્યને જે આત્મસમાન ગણે છે અને તદર્થે આત્મભેગ આપે છે તે વિશ્વદેશનેતા બનવાને લાયક છે. જે ક્ષમા, દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સંતાષ, પરાપકાર, વિનય, લઘુતા, સત્યપ્રેમ, પ્રમાણિકતા, ઉદારભાવ, સ્વાર્થ ત્યાગ આદિ અનેક ગુણેાને ધારણ કરે છે તેજ દેશરાજ્ય ધર્મસ ંઘના પ્રમુખનેતા બનવાને લાયક છે, અને તે સ્વરાજ્યને અંતમાં વસ્તુતઃ પ્રગટાવે છે.
બાહ્યરાજ્યાથૅ અને આત્મરાજ્યાર્થે આત્મભેગ આપ્યા વિના છૂટકા થતા નથી. મોં સત્ર જાતીય શક્તિયાનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે અને નામો તા ઝુલામે અને છે. મર્યા વિના મુક્તિ નથી. મર્યા વિના માળવા નથી. મર્યા વિના સ્વર્ગ નથી. જેઆ મૃત્યુથી બીવે છે તેએ ગુલામે છે. સદ્ગુણૢાથી સ્વરાજ્ય છે અનેક દુર્ગુણામાં શયતાનનું રાજ્ય છે. સદ્ગુણેથી સ્વર્ગનું રાજ્ય છે અને દુર્ગુણૢામાં નરકનું રાજ્ય છે. મેહરૂપ શયતાનનું જેએ પર રાજ્ય પ્રવર્તે છે તેએ વસ્તુત: ગુલામે છે અને તેઓ અન્ય મનુષ્યેાપર સત્યરાજ્ય ક્યાંથી કરી શકે ? મેહરૂપ શયતાનના તાબે રહેનારાએ સ્વરાજ્ય અને સ્વત ંત્રતાને હજારો ગાઉ દૂર ફેંકી દે છે. માહશયતાનના તાબે રહેનારા પેાતાની જાતપર રાજ્ય કરી શકતા નથી તે તેઓ અન્યાપર સત્યરાજ્ય ક્યાંથી કરી શકે ?
જ્યાં આનંદ છે ત્યાં સ્વરાજ્ય છે. જ્યાં રાગદ્વેષ, શાક, કામવાસના, શાક, અસત્ય, ઇર્ષ્યા, દુર્ધ્યાન દુવૃત્તિ છે ત્યાં દુ:ખ છે, અને તેજ દુઃખ તેજ ગુલામીપણું પરતંત્રતા છે, જ્યાં ધર્મ નથી
For Private And Personal Use Only