________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એને ગર્વ કરીને અન્ય દેશો પર અન્યાય જુલમ કરે તેના સમાન અન્ય કોઈ રાક્ષસીકમ નથી. શક્તિ છતાં સહવું અને અને ચાહવા તેજ સભ્ય સ્વરાજ્ય કરનારાઓને મહાન ધર્મ છે. પરમાત્મપ્રભુમહાવીરદેવે કેવલજ્ઞાનથી જે ઉપદેશ દીધે તે ઉપદેશ પ્રમાણે સર્વવિશ્વ મનુષ્ય વતે તેજ સત્યશાંતિ સ્વરાજ્ય સ્વાતંત્ર્યસુખ મેળવી શકે, તેમાં અંશમાત્ર શંકા કરવા જેવું નથી. શબળથી ક્ષણિક સ્વરાજ્યશાંતિ જેવું લાગે છે પરંતુ વસ્તુતઃ સ્વરાજય અને શાંતિ નથી. પરસ્પર શસ્ત્રોવડે સામાસામી ઉભી રહેલી પ્રજાઓમાં પ્રભુપ્રેમ વિશ્વાસઘાત નથી. પવિત્રજ્ઞાન વિના શાંતિ નથી. જે પ્રજા શસ્ત્રથી જીતે છે તે જ પ્રજા અન્યના શત્રેથી પાછી હારે છે. શસ્ત્ર બળપર મુસ્તાક બનેલા યોદ્ધાઓએ આજ સુધી કે દેશની સત્યાન્નતિ કરી નથી. મહાભારતનું યુદ્ધ તપાસે તેથી પરિણામ શું આવ્યું છે? હિંસાથી જે રાજ્ય સ્થપાય છે તે માટી ભેગું થોડાજ સૈકામાં થઈ જાય છે અને અહિંસાથી જે રાજ્ય સ્થપાય છે તે ઘણું કાલ પર્યત કાયમ રહે છે. હિંસાને બદલો હિસા છે અને અહિંસાને બદલો અહિંસા છે. જે આઘાત તે પ્રત્યાઘાત છે. જેવું કર્મ તેવું ફળ છે. જેવું વાવશે તેવું લણશે. અનીતિનું જીવન ટૂંકું છે અને નીતિનું જીવન લાંબુ છે. સ્વાથી જીવન કરતાં પરમાથી જીવન અનંતગુણ ઉત્તમ છે. સર્વજાતીય પ્રજાઓ પર સમાનભાવ ધારણ કરનારાઓ રાજા પ્રમુખ વગેરે અધિકારોના પાત્રભૂત બનવાને લાયક છે. દુષ્ટને યથાયોગ્ય દંડનારા અને નીતિધમીઓનું સંરક્ષણ કરનારાઓજ રાજા અગર પ્રજા પ્રમુખ છે. ગુલામ પરતંત્ર બનવું કોઈને વહાલું લાગતું નથી, તે ગુલામીની પરતંત્રતા બનાવનારાઓ પર પરતંત્ર રહેનારાઓને પ્રેમ કયાંથી રહી શકે. પક્ષપાત અન્યાયદુષ્ટકમ કરનારાઓ પશુબલથી કિર્તિ પ્રતિષ્ઠા મહત્તા પ્રાપ્ત કરી શકતા નથી.
દારૂ પીવાની પ્રવૃત્તિ, વેશ્યાગમન, પરસ્ત્રી ગમન જુગાર, ચેરી વગેરે વ્યસનના તાબે રહેનારાઓ ભલે પિતાને ચકવતી જેવા
For Private And Personal Use Only