________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેહ ખમા કીધા દેષ, તેના ટળતા રગને રેષ; શુભાશુભાકમોનુસાર, શુભાશુભ થાતા અવતાર. પછી અવતારનું કારણ મન, જ્ઞાને ટાળી થાવ પ્રસન્ન. શુભાશુભ પરિણામે ત્યાગ, કરવાથી નહિ કર્મને ડાઘ. પ૭ર મરતાં પૂર્વે જ્ઞાની મુક્ત, થાતે પછીથી સ્થાને યુક્ત; મરવા કાળે ધારે ધૈર્ય, પ્રગટાવો અંતરમાં વિર્ય પ૭૩ આમેપગે થાતી મુક્તિ, અનંત આનંદની છે ભુક્તિ; આત્માનું તે મૃત્યુ નહીં, અમર આત્મા નિશ્ચય સહી. પ૭૪ આત્મામાં થા લયલીન, જરા ન બનશે મનમાંદીન; શુભ પરિણામે સ્વર્ગ પમાય, આત્મ ભાવથી મુક્તિ જ થાય. ૫૭૫ આત્માગે ક્ષણ જે જાય,મુજ શ્રદ્ધા રાખી શિવ પાય; મૃત્યુમાં નહીં જેનું મન, મુજમાં ધ્યાન રહે પ્રસન્ન. ૫૭૬ આત્મસ્વરૂપે આપે આપ, અને રહે નહિ કર્મની છાપ; દયા સામે નહિ જગમાં ધર્મ, દયા કર્મ સમ કોઈ ન કર્મપ૭૭ દુખીઓની દયા સમાન, ધર્મ ન કેઈ વિષે માન; હિંસા સરખું કેઈ ન પાપ. દયા ધર્મથી ભક્તિ છાપ. પ૭૮ દયા વિના દિલ શુદ્ધ ન થાય, દયાથકી નહિ મટે ન્યાય; દયાથકી શોભે ઘરબાર, દયાળુના શોભે અવતાર. ૫૭૯ પીવે નહિ પશુઓનું રક્ત, બને નહીં પશુ ખાવા સક્ત, ભારતનું ધન પશુઓ ધાર, દુગ્ધાદિથી કરે ઉપકાર. ૫૮૦ ખેતીમાં પશુઓની સહાય, ગોઆદિ ક્ષે સુખદાય; પશુઓને સારો ઉપયોગ, કરે પણ નહિ કરે ભેગ. ૫૮૧ પંખીઓથી ટળતા રોગ, વાધે કુદ્રત લીલા ભેગ; સર્વદેશમાં પશુ સંભાળ, કરતાં પ્રગટે મંગળ માલ. ૧૮૨ પશુપાલન ઘરઘર જ્યાં થાય, મુજ કર્ણ ત્યાં તે સુખદાય; દુઃખી શકત રોગી જેહ, દયા કરો પ્રેમે ગુણગેહ. ૫૮૩ ગર્ભવંતીની જ્યાં બરદાસ, ત્યાં ઋદ્ધિઓ પ્રગટે ખાસ ગીઓની સેવા થાય, એષધમાં ધન કર્યું જાય. ૫૮૪
For Private And Personal Use Only