________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચડતાઓને આપે હાય, જ્યાં ત્યાં સ્વાય કરતા જાય; સર્વ દેશ ખડેમાં જાય, મારૂ ધ્યાન ધરે નિર્ણાય. ૫૫૭ આત્મશુદ્ધિમાં કરે પ્રયાસ, અનુભવે આતમ ઉજાસ દોષીઓના ટાળે દેષ, ગુણ રાગે ધરતા ગુણ પિષ. ૫૫૮ જગને માને આત્મસમાન, મારા તારાનું નહિ ભાન; જેને જગ આતમ સમ થયું, તેથી બંધન નાશી ગયું. ૫૫૯ આત્માનંદે જીવે જેહ, સર્વ કરે અર્જા એહક સિદ્ધ બુદ્ધ પરમાતમ થાય, સર્વ કર્મની પાર જ જાય. પ૬૦ ત્યાગીઓની એવી ગતિ, ત્યાં મુક્તિ છે પલપલ છતી; સર્વ વિશ્વમાં સત્યપ્રકાશ, કરવા માટે છે સંન્યાસ. પ૬૧ સુદર્શના!!! સાધુપદ સાર, તેથી જગનો છે ઉદ્ધાર; સત્ય ગૃહસ્થાશ્રમપ્રકાશ, કરવાને ત્યાગી પદ ખાસ. ૫૬૨ અંગીકાર કરીશ શુભ ભાવ, તીર્થેશ્વર કર્મોને દાવ; કરવાનું મારે એ કામ, વિશ્વ લહે શાંતિ વિશ્રામ. પ૬૩ ભક્તોને તુજ આગળ એમ, ઉપદેશ કરતાં સુખ ક્ષેમક સુદર્શના! તું સમ્યક્દષ્ટિ, આધ્યાત્મિક વ્યષ્ટિને સમષ્ટિ. પ૬૪ માટે તું છે મારી બેન, તુજ ઉપદેશે સહુને ચેન; આત્મા મહાવીર મુજને જાણુ, કુંટુંબ મેટું વિશ્વ પ્રમાણ ૫૬૫ આત્માને વશ રાખે મન, તેના ઉપર થઉં પ્રસન્ન મારું શરણું કરતા જેહ, ભય દુઃખ પામે નહિ તેહ, પ૬૬ જન્મ મરણથી થાતા દ્વર, અનંત આનંદે ભરપૂર પામે નહીં મરવાથી ભીતિ, મારામ ધરતા ગુણનીતિ. પ૬૭ મૃત્યુ ભેટી પામે હર્ષ, જેથી ભાવી છે ઉત્કર્ષ મૃત્યુ પડદાપેલી પાર, આમેન્નતિ પ્રગટે નિર્ધાર. પ૬૮ મૃત્યુથી બીજે પર્યાય, આત્માને પ્રગટે સુખદાય, જ્ઞાની મૃત્યુમાં સમભાવ, રાખી પામે શુદ્ધસ્વભાવ. પદ મૃત્યકાલે મુજમાં ચિત્ત, રાખે ભક્ત થાય પવિત્ર, મૃત્યુ સમયે પશ્ચાત્તાપ, કરતાં ટળતાં સર્વે પાપ. ૫૭૦
For Private And Personal Use Only