________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણની શભા અપરંપાર, ચામડી અંગે મેહ ન ધાર; વેષ કિયાથી અનંત શ્રેષ્ઠ, ગુણની આગળ સર્વે હેઠ. ૫૧૫ અરસ્પરસ આપે ઉત્સાહ, ધરે ન ઈર્ષા દુર્ગણ દાહ ઉપકાર કરી મુંઝાન લેશ, સ્વાહિતાર્થે હેવા કલેશ. ૫૧૬ ઘરમાં ઉત્તમ નરને નાર, અલ્પ ખર્ચથી જીવે સાર, ખર્ચ નકામાં લેશ ન કરે, પરમાથે સ્વાર્પણતા ધરે. પ૧૭ વિદ્યા બળ ગુણથી ઝળહળે, નરનારી જીવન સુખ ધરે; વિશ્વેન્નતિમાં આપેભાગ, તનમન ધન વિદ્યા બળ ત્યાગ. ૫૧૮ બરે એક ન કરે વિચાર, વિશ્વાસે વતે નરનાર; ભૂલો સહતે આપી ભેગ, બન્ને સાથે સાથે ગ. ૧૧૯ ગ્રહાવાસે પકવે વૈરાગ્ય, અધિકારી ધરવાને ત્યાગ; નરનારી એવાં ગુણવંત, પામે મુજ ભક્તિ ગુણવંત. પર૦ રૂષભાદિ તીર્થકર થયા, મુજ પૂર્વે જલપ્રલયે થયા; ફેરફાર થાતા નિર્ધાર, અનેક ખંડેમાં એમ ધાર. પ૨૧ પાંચે વર્ણની માનવ જાત, પંચવણ અને ખાત; આરક ચક્રો ફરે અનંત, ચડતા પડતા યુગ અનંત. આતમ પ્રકૃતિ સાથે વિકાસ, અનુક્રમે કરતે જ વિકાસ અનંત અનુભવ પામે જ્ઞાન, સ્વયં બને છેવટ ભગવાન. એવું ઉન્નતિ કર્મનું જ્ઞાન, સત્તાએ છેવટ ભગવાન; વ્યક્તિથી પરમાતમ થાય, સર્વાવરણ વિણસી જાય. પર સુદર્શના અંતરમાં જાગ, ગૃહાવાસથી ઉત્તમ ત્યાગ; સર્વવાસના ટળતાં ત્યાગ, પ્રગટે જડમાંહિ વૈરાગ્ય. પર૫ ત્યાગી થાવું મહા મુશ્કેલ, ગૃહાવાસ તે તે છે સહેલ; મરીને પાછું જીવવું જેમ, ત્યાગદશા જાણે જગ એમ. પર૬ મરતાં પહેલાં મરીયે જેહ, ત્યાગદશા અધિકારી એહ; સર્વવાસનાને સન્યાસ, જાણે નહીં આતમ તે દાસ. પર૭ સર્વ કરે પણ સર્વથી ભિન્ન, વેષાકિયાદિકમાં નહિ લીન; દેશકાલનો નહિ પ્રતિબંધ, સ્વતંત્રને બનતો નહિ અંધ. પ૨૮
પર
૫૨૩
For Private And Personal Use Only