________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી આજ્ઞાએ સહુ કરે, ધર્મ કર્મથી શિવપદ વરે. ૫૦૧ સર્વ વિશ્વને ધર્મ જરૂર, જૈનધર્મ છે ગુણ ભરપૂર, મુજ ભક્તિથી લેકે જેન, વેદે નહિ જે જડનું દૈન્ય. પર અનન્ય જેઓને વિશ્વાસ, મારાપર વર્તે છે ખાસ; આચારે મૂકે ઉપદેશ, જેને તે જાણે જગ બેશ. ૫૩ મારે હારે ભેદ ન મુજ, ભક્તિ કરે તે ભક્ત જ ગુજ; શ્રદ્ધા ચારિત્રે છે જેન, મહરાજનું તે સૈન્ય. ૫૪ કર્મોને ઉપશમ જેમ થાય, લેકે જેનપણું તેમ પાય; એકાદિક સદ્દગુણ પ્રકટા, મારા ભક્ત જૈન થાય. ૫૦૫ ગુણથી જેનપણું છે સત્ય, પરમાર્થિક કરતાં શુભ કૃત્ય, મુજ ઉપદેશ સુણતે રહે, શ્રાવક પદવી તે જન વહે. ૫૦૬ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ધ, મુજ પ્રીતિથી થાય સમુદ્ર સર્વ ખંડમાં લીલ વિલાસ, દુઃખ ટળે પ્રગટે સુખ આશ.
૫૦૭ મુજ ભક્તો મન ઈચ્છયું લહે, સુખિઆ થઈ જીવનને વહે; ધન સત્તામાં નહિ મુંઝાય, ઉપકાર કરતાં હષોય. ૫૦૮ જડ લક્ષ્મીને શુભ ઉપગ, કરતા સાથે આતમ યેગ; ક્ષણિક જડને નહિ અહંકાર, શોકનલક્ષ્મી ટળતાં લગાર. ૫૦૯ જડ વસ્તુ તેને સંયેગ, સંગે તે હોય વિયોગ સંગે વિયેગોવિષે, હર્ષ શોક ન કોઈ દિસે. ૨૧૦ એવી રીત ગૃહસ્થાવાસ, વસતાં મોહ ટળે છે ખાસ; સંઘ પ્રજા ગુરૂજનની સેવ, કરતાં આપે આપજ દેવ. ૫૧૧ અનેક પર અપરાધે સહ, અપરાધીનું સારું રહે, અપરાધી ઉપર ગુણ કરે, સમ્યગદર્શન સહેજે વરે. ૫૧૨ ગ્રન્થ વાંચે કાંઈ ન વળે, સદ્વર્તન ધરતાં સુખ મળે, વિચાર કરતાં નહીં પાર, કરો કાર્ય સારૂં નરનાર. ૧૩ સાંભળતાંનહિ કાર્યની સિદ્ધિ, કરે કાર્ય પામે ઝટ ઋદ્ધિ દુઃખ પડે પણ સાધે કાજ, આત્મભેગથી આતમ રાજ્ય. ૫૧૪
For Private And Personal Use Only