________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ દેશ કાલ અનુસારે સંધ, નીતિ રચવી ગુણ રંગ; રાજ્યનીતિ સમ સંઘની નીતિ, વહેમલ અનુયારે રીતિ. ૨૭૭
ત્યાગીનાં આચરણે ફરે, દેશ કાલ અનુસારે ખરે; ગુણ નીતિ સરખી વહે ક્રિયા કાંડ પરિવર્તન લહે. ૨૭૮ ફેરફાર સહુ સંઘાધી , સમાચિત જાણેજ પ્રવીણ સંસ્કારે આપે મહાસંઘ, જૈનોને વાધે ગુણ રંગ. ૨૭૯ બળ બુદ્ધિ શક્તિ વધે, સ્વતંત્રતા જેનોની સંધે, નિશ્ચય વ્યવહાર બળવંત, સંઘ વધે સહુમાં ગુણવંત. ૨૮૦ મારી શ્રદ્ધાવણ નહીં ગતિ, મારી શ્રદ્ધાવણ નહીં મતિ; મારી શ્રદ્ધાવણ નહીં ગ, મળે ન સુખના રૂડા ભાગ. ૨૮૧ સુજને દિલમાં ધરી જે વડે, સંઘ ભક્તિથી સુખડા લહે; સંઘતણું કરતાં અપમાન, મારૂં છે અપમાન નિદાન. ૨૮૨ સંઘતણે જે હજ કરે, દુર્ગતિમાં અવતારે ફરે; ગૃહસ્થ ત્યાગી વર્ગની ભક્તિ, પ્રગટાવે છે સંઘની શક્તિ. ૨૮૩ સર્વ વર્ણને ભક્તો જેહ, મારા પ્યારા માને તેહ, સર્વ વર્ણના ભક્તો ખરા, તેમાં ભેદ ન રાખે જરા. ૨૮૪ સર્વ વર્ણને સંઘ મહાન, તેની ભક્તિ કરે એક તાન, ખાન પાન આદિ વ્યવહાર, પ્રેમ વડે નિર્ભર વિચાર. ૨૮૫ સર્વ સંઘના આગેવાન, મુજ સમ તેઓનું સન્માન ગુણથી કરવા આગેવાન, નેતા કરવા નહિ નાદાન. સર્વથકી ગુણવંત મહાન, જેમાં સર્વકલાનું જ્ઞાન આગેવાને તેવા કરે, પક્ષાપક્ષીભાવ ન ધરે. ૨૮૭ સર્વ ખંડ દેશના સંઘ મળીને ઘડવા નીતિ રંગ; રાજ્ય વ્યાપારાદિ વ્યવહાર, વર્તાવ જગમાં સુખકાર. ૨૮૮ એક સરખી માનવ જાત, મુજ ભક્તિમાં ભદ ન ભાત સર્વ વિશ્વ સંઘનું એક્ય, ત્યાં હું સત્તાએ છું એક. ૨૮૯ કરશે જેવું તેવું લહે, સમજી સારૂં મનમાં વહે સંઘની સેવા કરતાં સુખ, થાશે ટળશે સર્વે દુઃખ ૨૯૦
For Private And Personal Use Only