________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ:સ્વાર્થે પુત્રાદિક સેવ, કરતાં નાસે આશા ટેવ; નિસ્વાર્થ સેવા ને ભક્તિ કરતાં પ્રગટે આતમ શક્તિ. ૧૭૯ કીર્તિમાનથી ઈચ્છા વિના, પોપકારે કરતા જના, અપમાન સહીને નરનાર, ઉપકાર કરવા તૈયાર. ૧૮૦ ઉપકારી જે એવાં થાય, માયામાં તે નહિ બંધાય, ભવસાગરને સહેજે તરે, મુક્તિ પદને સહેજે વરે. સામાં નહીં ઈચ્છે ઉપકાર, ધન્ય ધન્ય તે નરને નાર; ઉપકારે શત્રુ પર કરે. ભેદભાવ નહીં દિલમાં ધરે. ૧૮૨ ઉપકારે કરવામાં પ્રાણ, તન મન ધનનું હાય ન ભાન; સર્વ સ્વાર્પણ કરતા જેહ. સહેજે મુજ પદ પામે તેહ ૧૮૩ જૈનધર્મ ઉપકારે સર્વ કરી ઉપકાર કરે ન ગર્વ ઉપકાર કરી કહેતા ફરે, તે માયા બંધનમાં ખરે. ૧૮૪ ગુપ્ત દાન દેતાં નરનાર, નામ રૂપનિમેહુ વિચાર; જ્ઞાન દાન સમ નહિ ઉપકાર, આત્માન કરવું સુખકાર. ૧૮૫ ઉપકાર કરતાં અપમાન, સંકટ દુઃખ ને જાય જ જાન, અપકીતિ વધ બંધન થાય, તે પણ જ્ઞાની શક ન પાય. ૧૮૬ ઉપકારીને કર પ્રણામ, પાવે નહીં તેનું નામ, કરે ન ઉપકારીને ઘાત, કરે ને તેની બરી વાત. ૧૮૭ દેવ ગુરૂના જે ઉપકાર. થયા હૃદયમાં તે સંભાર. સંભારી જગપર ઉપકાર, સુદર્શના કર હૈ ઉઝમાળ. ૧૮૮ જે કાલે જે જે ઉપકાર, કરવા તે કરશો નરનાર; ઉપકાર લીધા વણું કેઈ, જીવે નહીં એ જે જોઈ. ૧૮૯ ઉપકાર કરતાં કુલ ઘણું, ભાવ પ્રમાણે ફલને ભણું; નિષ્કામીને ફલે અનંત, કામીને નિજ કામ ફલંત. નિષ્કામે વા ભાવ સામ, ઉપકાર કરવામાં દામ, પ્રાણદિકનું કરવું દાન, તેથી પ્રગટે મારું જ્ઞાન. પાપકારે રાખ ન ભીતિ, પરે૫કારે છંડ ન નીતિ ઉપકારી કર્મોમાં ભેદ, લજજા કલેશ કરે નહીં ખેદ. ૧૯૨
IST
For Private And Personal Use Only