________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધાવણ નહીં માત્ર ફળે, શ્રદ્ધાવણ નહીં કારજ સરે, મુજપર શ્રદ્ધા રાખે જેહ, સર્વ ગુણને પામે તેહ. ૧૩૭ વકર્માદિકનાં જેહ પ્રમાણ, અશ્રદ્ધાળુ માટે જાણું શ્રદ્ધાપ્રેમજ પૂર્ણ પ્રમાણ, અનંત ગુણ શક્તિની ખાણ. ૧૩૮ શ્રદ્ધાપ્રેમ ત્યાં મારો વાસ, શંકા થાતાં નહીં નિવાસ; શ્રદ્ધાપ્રેમથી મારી દષ્ટિ, તેથી પ્રગટે દેવી સૃષ્ટિ. ૧૩૯ શ્રદ્ધાપ્રેમ છે ભક્તિમૂલ, એવણ તપ જપ સર્વે પૂલ શ્રદ્ધાપ્રેમી નર ને નાર, તેમાં મારી શક્તિ અપાર. ૧૪૦ શ્રદ્ધાપ્રેમ એ મારું રૂપ, તેવણ મનમાં પ્રગટે ધૂપ; શ્રદ્ધાળુ જે નર ને નાર, મંત્ર ફલે તેને નિર્ધાર. ૧૪૧ મુજ નામે જે મુજને ભજે, સર્વ શક્તિ સહેજે સજે, મુજ નામે જ્યાં ચઢતો રંગ, સર્વ કાર્યમાં તેહ અભંગ. ૧૪૨ મુજપર શ્રદ્ધા પૂરણ રાગ, તેને જાણે જગ મહાભાગ; મુજ પ્રેમીજન જૈનો જેહ, સર્વત્ર જય પામે તેહ. ૧૪૩ બુદ્ધિવાદેને પરિહરી, સત્કાર્યો કરવા મન ધરી; મુજ આજ્ઞાએ નિશ્ચય ચાલ, સુદર્શના આતમને ભાળ. ૧૪૪ બાહિર અંતર વર્તન એક એવી મુજ ભક્તોની ટેક , સર્વ કાર્યમાં સત્ય વિવેક, રાખીને વર્તે છે છે. ૧૪૫ વિષયાસક્તિ ઘરે ન ચિત્ત, કર્તવ્ય કરતા શુભ નિત્ય; હદ બાહિર જ્યાં ભેગવે ભેગ, ત્યાં પ્રગટે છે નિશ્ચય રેગ. ૧૪૯ ધમ્ય ભેગથી સાધે ગ, મુજ ભક્તોને હાય ન ઢાંગ; વિશાળ દ્રષ્ટિ ધારે લેક, પામે નહીં અંતરમાં શેક. ૧૪૭ ગંભીરતા અબ્ધિથી ઘણી, ઈચ્છા નહીં દુવ્યસને તણી; જઠ પ્રતિષ્ઠા ચહે ન માન, અડય પ્રમાણે કરતા દાન. ૧૪૮ એવા ભક્તો ભક્તિ લહે, મુજ વણ બીજું કાંઈ ન ચહે; નામ રૂપને છેડે મેહ, કરે ન ઉપકરીને દ્રોહ. ૧૪૯ પિતાનું વ્યક્તિ સ્વાતંત્ર્ય, રક્ષે થાય નહિ પરતંત્ર; દુનિયાનું જે માન અમાન, તેમાં રાખે લેશ ન ધ્યાન. ૧૫૦
For Private And Personal Use Only