________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યના ઘેર, ગાય પાળે ઉતે હેર; આર્ય જનની એવી રીતિ; વર્તે ત્યાં નહીં પાપની ભીતિ. ૧૯ દેશ કોમનું ધન છે ગાય, મહીષી આદિ રક્ષા થાય, ઉત્પાતે ત્યાં ટળતા રહે, માનવ વર્ગો સુખને વહે. ૧૧૦ જે દેશમાં ઘર ઘર ગાય, જૈનધર્મ ત્યાં જ જાય; મારી આજ્ઞા જ્યાં વર્તાય, ઉત્પાત ત્યાં વિણસી જાય ૧૧૧. ઘર ઘર સાધુ સંતનું માન, પ્રેમથકી જ્યાં મળતું દાન; અતિથિની સેવામાં પ્રાણ, અર્ધાતા ત્યાં મારું સ્થાન. ૧૧૨ ભૂખ્યાઓને મળતું અન્ન, ગરીબ લોકો રહે પ્રસન્ન તરાને જ્યાં પાણું મળે, ત્યાં મારી ભક્તિ ઝટ ફળે. ૧૧૩ ગુરૂજનોની પૂજા થાય, વૃદ્ધજને જ્યાં નહિ દુઃખાય; ભક્ત ગાવે મારું ગાન, ત્યાં નિશ્ચય છે મારું સ્થાન. ૧૧૪ સાધુઓને બહુ સત્કાર, અસ્પરસ જ્યાં બહુ ઉપકાર બાલક નારી રક્ષણ થાય, પુણ્યકર્મ જન શાંતિ પાય. ૧૬પ અન્યાયે જ્યાં થાય ન યુદ્ધ, અને ન અન્યાયે જન કુદ્ધ; વેર ઝેરને ઉપશમ થાય, દેશ કેમ જન સુખને પાય. ૧૧૬ ઘર ઘર મારી ભક્તિ થાય, ક્રોધાદિક જ્યાં નહીં પ્રગટાય; ત્યાં સુખ શાંતિ તુષ્ટિ હેર, વતે નહિ જ્યાં કાળા કેર૧૧૭ અરસ્પર સહતા અપરાધ, અપરાધીઓ પામે માફ ન્યાય નીતિથી જ્યાં વ્યવહાર, ત્યાં મારી ભક્તિ છે સાર. ૧૧૮ ન્યાય નીતિથી ચાલે રાજ્ય, ત્યાં વર્તે શાંતિસામ્રાજ્ય દુષ્ટ પાપીઓ પામે દંડ, ત્યાં પ્રગટે છે પુણ્ય પ્રચંડ. ૧૧૯ મારી આજ્ઞા વર્તે જ્યાંય, ઇતિ ઉત્પાતે નહિ ત્યાંય; મારી આજ્ઞા ઘરે ન ચિત્ત, તેની ઉત્તમ થાય ન નીતિ. ૧૨૦ વ્યભિચારીનાં બરાં કર્મ, જ્યાં થાતાં ત્યાં હેય ન શર્મ, દેશ કેમની પડતી થાય, ચડતી વેળા દૂર પલાય. ૧૨૧ વ્યભિચાર ત્યાં પ્રેમ ન હોય, દેશાદિક પર આફત જોય; પાપથકી જ્યાં દેશ ભરાય, ત્યાં દુઃખો પ્રગટી ઉભરાય. ૧૨૨
For Private And Personal Use Only