________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મને સાંભળ સાર, મુજમાં મન રાખી નિર્ધાર; સંસારે વ નર નાર, તે જૈન મિધિ વિચાર. ૩૯ સર્વ ખંડમાં માનવ જાત, મુજને ભજતી જે દિનરાત; સ્વતંત્રતા સુખ શાંતિ લહે, શુદ્ધપ્રેમથી જીવન વહે. ૪૦ આદિઅંત ન મારે ક્યાંય, દર્શનથી દેખે જ્યાં ત્યય; પૂર્ણ પ્રેમી મારે થાય, જેનધર્મ તે પૂરણ પાય. ૪૧ જૈન ધર્મ છે જ્ઞાન ને પ્રેમ, સર્વ પર સાચી રહેમ; મુજ પ્રીતિમાં તપ જપ સર્વ, રહે ન મિથ્યા બુદ્ધિગર્વ. ૪૨ સંતને જાણે સુજ રૂપ, તેને રહે ન દિલમાં છુપ; સંતની જે સેવા કરે, અભેદભાવે મુજમાં ઠરે. ૪૩ જેનધર્મને સાચો સાર, સંતોની સેવા જયકાર; સુખ દુઃખમાં મારો વિશ્વાસ, રાખે તે નહિ હોય ઉદાસ. ૪૪ ઉપસર્ગો વેઠી મુજ ચાહ, રાખે સહીને દુખને દાહ; મુજવણ કાંઈ ઇન અન્ય, ભક્તો મુજસરખા કૃતપુણ્ય, ૪પ મુજ પ્રીત્યર્થે સહુ અપમાન, નિન્દા ગાળે સહે અમાન; પરીષહે આદિ સહુ સહે, મુજવણ બીજું કાંઈ ન ચહે. ૪૬ ઝેરને અમૃત માની ગળે, મુજ વિયેગે મનડું બળે; મુજ વાટે સ્વાર્પણથી વળે, મુજસમ થે તે મુજને મળે. ૪૭ મારામાંહી રાખે ચિત્ત, તેવા જેને સદા પવિત્ર મુજવણ અન્ય ઉપર નહીં રાગ, ભેગીપણુ જેના મન ત્યાગ. ૪૮ ભૂર્જીવણ જડ સંચય કરે, ઉપગે લીધું વાપરે; બાહ્ય પરિગ્રહ મનમાં ત્યાગ, જડ વસ્તુમાં છે વૈરાગ્ય. ૪ શુભાશુભ નહિ જડમાં બુદ્ધિ, કર્મ કરતે રાખે શુદ્ધિ નિષ્કામે સહુ કાર્યો કરે, જેને એવા મુજ પદ વરે. ૫૦ લક્ષમી વધતાં થાય ન હર્ષ, લક્ષ્મી ઘટતાં નહીં અપકર્ષ લક્ષ્મીમાં નહીં લક્ષ્મીજાવ, હર્ષ શોકને કરે ન રાવ. ૫૧ એવા જેને જગની સેવ, કરતા બનતા નિશ્ચય દેવ; સર્વવિષે પણ સર્વથી ભિન્ન, વીતરાગ બનતા તે જિન. પર
For Private And Personal Use Only